ताज़ा ख़बरें

કોડિનાર તાલુકાના વિઠ્ઠલપુર ગામમાં લાઈમ સ્ટોનની ચોરી પકડી પાડતું તંત્ર

ગેરકાયદેસર નિકાસ બાબતે કુલ રૂ. ૪.૩૨ કરોડ જેટલી દંડની રકમ વસૂલવા બાબતે નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી

કલેક્ટરશ્રી દિગ્વિજયસિંહ જાડેજાના સીધા માર્ગદર્શન હેઠળ ગઈકાલે રેવન્યૂ વિભાગ તથા ખાણ અને ખનીજ કચેરીની સંયુક્ત ટીમ દ્વારા કોડિનાર તાલુકાના વિઠ્ઠલપુર ગામના સર્વે નં ૩૮ પૈકી માં ૦૧.૦૧.૦૮ હેક્ટર વિસ્તારમાં બિલ્ડીંગ લાઈમ સ્ટોન ખનીજની પ્રવિણભાઈ વાલજીભાઈ રાઠોડના નામની ક્વોરી લીઝની ટીમ દ્વારા તપાસ કરી માપણી કરવામાં આવી હતી.

 

આ તપાસ અન્વયે આ લીઝ વિસ્તારમાંથી ૮૫,૭૬૪ મે.ટન જથ્થો વધુ ગેરકાયદેસર રીતે નિકાસ કરવામાં આવેલ હોવાનું તપાસમાં જણાઈ આવ્યું હતું.

 

આ લીઝમાં થયેલ ગેરકાયદેસર નિકાસ બાબતે કુલ રૂ.૪,૩૨,૨૫,૦૫૬/- જેટલી દંડની રકમ વસૂલવા બાબતે નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Show More
Back to top button
error: Content is protected !!