મોટર કાર પ્રકારના વાહનો માટે GJ-03-PA સીરીઝનું ઈ-ઓકશન યોજાશે
રાજકોટ તા. ૧૭ ઓક્ટોબર – પ્રાદેશિક વાહનવ્યવહારની કચેરી, રાજકોટ દ્વારા મોટર કાર પ્રકારના વાહનો માટે GJ-03-PA સીરીઝનું ઈ-ઓકશન તા. ૨૬-૧૦-૨૦૨૪ થી શરૂ કરવામાં આવશે તથા અગાઉની સીરીઝના બાકી રહેતા ગોલ્ડન તથા સિલ્વર નંબર મેળવવા માટે ઈચ્છુક વાહન માલીકોએ તેમના વાહનનું રજીસ્ટ્રેશન http://parivahan.gov.in.fancy પર ઓનલાઈન કરવાનું રહેશે ત્યાર બાદ અરજદારો ઓક્શનમાં ભાગ લઈ શકશે.
અરજદારોએ ઓનલાઈન એપ્લિકેશન કરવા માટે parivahan.gov.in વેબસાઇટ પર જઈ ઓનલાઇન સર્વિસ પર ક્લિક કરવું. ત્યારબાદ fancy number booking પર ક્લિક કરીને પબ્લિક યુઝર પર આઈ.ડી. બનાવવાનું રહેશે. અને સી.એન.એ ફોર્મ ઓનલાઈન ભર્યા બાદ તેમાં પસંદગીનો નંબર સિલેક્ટ કરી ઓનલાઇન ફી ભર્યા બાદ બિડિંગ હરરાજીમાં ભાગ લઈ શકાશે. ત્યારબાદ પાંચ દિવસમાં હરરાજીની બાકીની રકમ ભર્યા બાદ આર.ટી.ઓ. કચેરીઓથી એપ્રુઅલ લઈ નંબર મેળવી વાહન ખરીદીના સાત દિવસમાં અરજદારે સી.એન.એ.ફોર્મ ભરવાનું રહેશે.
મોટર કાર પ્રકારના વાહનો માટે GJ-03-PA સીરીઝ પસંદગીના ગોલ્ડન તેમજ સિલ્વર નંબરો મેળવવા માટે તા. ૨૬/૧૦/૨૦૨૪ના સાંજના ૦૪:૦૦ કલાકથી તા.૧૪/૧૧/૨૦૨૪ સાંજે ૦૪:૦૦ કલાક સુધી ઓનલાઇન એપ્લિકેશન કરવાની રહેશે. તેમજ તા.૧૪/૧૧/૨૦૨૪ના સાંજના ૦૪:૦૧ કલાકથી તા.૧૬/૧૧/૨૦૨૪ના સાંજે ૦૪:૦૦ કલાક સુધી ઓનલાઇન ઓકશનમાં બિડિંગ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તા. ૧૬/૧૧/૨૦૨૪ ના રોજ સાંજના ૦૪:૧૫ના રોજ પરિણામ ઓનલાઇન જાહેર થશે. તેમ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રીએ જણાવ્યું હતું.