SURATVALSADअमरेलीकृषिगुजरातगुमलाछत्तीसगढ़झारखंडटेक्नोलॉजीताज़ा ख़बरेंदाहोदबलौदा बाजारमनोरंजनमहुवाराजस्थान विधानसभा चुनाव 2023वडोदरासूरतहिमाचल प्रदेश

વલસાડ જિલ્લામાં ગરમીનો પ્રકોપ.. ધરમપુરમાં 40 ડિગ્રી તાપમાન.

તા. 31/03/2025

 

વલસાડ: રાજ્ય હવામાન વિભાગની આગાહી મુજબ વલસાડ જિલ્લામાં આજે ગરમીનો પારો ઊંચો રહેશે. ધરમપુર તાલુકામાં સૌથી વધુ 40 ડિગ્રી તાપમાન નોંધાશે. કપરાડામાં 38 ડિગ્રી જ્યારે વલસાડ, પારડી અને વાપી તાલુકામાં 37 ડિગ્રી તાપમાન રહેશે.ઉમરગામમાં સૌથી ઓછું 34 ડિગ્રી તાપમાન નોંધાશે.જિલ્લા વહીવટી તંત્રએ બપોરે 12થી 5 દરમિયાન લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા સૂચના આપી છે. ખાસ કરીને બાળકો અને વડીલોને ઘરની બહાર ન નીકળવા જણાવ્યું છે. આછા રંગના સુતરાઉ કપડાં પહેરવાની સલાહ આપવામાં આવી છે. તમામ તાલુકાઓમાં લઘુતમ તાપમાન 24થી 26 ડિગ્રી વચ્ચે રહેશે.હિટ સ્ટ્રોકથી બચવા માટે પુષ્કળ પ્રમાણમાં પાણી, છાશ, લીંબુ પાણી, લસ્સી અને ORS વાળા પાણીનું સેવન કરવાની સલાહ આપવામાં આવી છે. પશુપાલકોને પશુ-પક્ષીઓ માટે પાણી અને છાયાની વ્યવસ્થા કરવા પણ સૂચના આપવામાં આવી છે. વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને ગરમીથી બચવા જરૂરી સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.

 

Show More
Back to top button
error: Content is protected !!