
ધરમપુર તાલુકાના બારસોલ ગામમાં એક યુવક અને યુવતીએ આપઘાત કરી લીધો છે. આંબાની વાડીમાં બંનેના મૃતદેહ લટકતી હાલતમાં મળી આવ્યાં છે. આ બનાવ ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે એક યુવક ખેતરમાં પાણી મૂકવા ગયો હતો.બારસોલ ગામના સરપંચ પ્રભાતભાઈ મગનભાઈને જાણ કરી હતી. મૃતક યુગલની ઓળખ મુકેશભાઈ રાયસીંગભાઈ પટેલ (36) અને ઉર્વશીબેન ગમનભાઈ પટેલ (35) તરીકે થઈ છે. બંનેએ આંબાના ઝાડ પર નાયલોનના દોરડા વડે ગળેફાંસો ખાધો હતો. ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા તેઓ ઘટનાસ્થળે આવી ગઈ હતી.સ્થાનિક લોકોની મદદથી મૃતદેહોને નીચે ઉતારવામાં આવ્યાં હતા. બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ધરમપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. આ ઘટનામાં પ્રેમ પ્રકરણ કે અન્ય કોઈ કારણસર આપઘાત કરવામાં આવ્યું તે હજુ બહાર આવ્યું નથી.