
કપરાડા:વારોલી તલાટ ગામમાં BSNL ટાવર બંધ, સ્થાનિકર ગ્રાહકો મુશ્કેલીમાં વલસાડ જિલ્લાનાં કપરાડા તાલુકાના વારોલી તલાટ ગામમાં BSNLની મોબાઇલ ટાવર 2 દિવસથી સમય સંપૂર્ણપણે બંધ છે. હજારો લોકોને મોબાઇલથી કોલ કરવા કે કોલ પ્રાપ્ત કરવા જેવી આધુનિક સુવિધાઓથી વંચિત રહેવું પડી રહ્યું છે. હાલ તો ઇનકમિંગ કોલ્સ પણ બંધ છે, જેનું લોકોના રોજિંદા જીવન પર ગંભીર પ્રભાવ પડી રહ્યો છે.ગ્રામજનો જણાવે છે કે BSNLની ટાવર સેવા બંધ થયાના કારણે શિક્ષણ, આરોગ્ય અને રોજગાર સંબંધિત કામગીરીઓમાં ભારે અડચણો ઊભી થઈ છે. સ્કૂલ અને કોલેજના વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ મેળવવામાં મુશ્કેલી થાય છે, શહેરોમાં કામ કરતા પરિવારજનો સાથે સંપર્ક થતો નથી. અહીં સુધી કે ઈમરજન્સી સ્થિતિમાં પણ સંપર્ક સાધવો મુશ્કેલ બન્યો છે.આ વિસ્તારમાં અમનાજ BSNL નું નેટવર્ક લગાવામાં આયવું બીજું કોઈ સારો નેટવર્ક ઉપલબ્ધ નથી, જેના કારણે લોકો પાસે વિકલ્પ પણ નથી. ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો અને મહિલા ગ્રાહકો માટે આ સમસ્યા વધુ ગંભીર બની ગઈ છે.ગ્રામજનો BSNLનો ટાવર ફરી કાર્યરત કરવામાં આવે અને ગ્રામજનોને ફરીથી ફોન અને ઇન્ટરનેટની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે. આમ તો ડિજિટલ ઇન્ડિયા અને ગ્રામીણ વિકાસના સ્વપ્ન સાથે દેશ આગળ વધી રહ્યો છે, પરંતુ આવી પછાત અને ટેલિકમ્યુનિકેશનથી વંચિત રહેલી વિસ્તારોની સમસ્યા આ દાવાઓને પડકાર આપે છે.
વારોલી તલાટ (નિશાળ ફ.),કપરાડા