
સુરતઃ માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો પ્રકાશ માં આવ્યો છે. જેમાં પાલી ગામમાં રમતાં રમતાં ડિઝલ પી લેતા 4વર્ષીય બાળકી નું મોત નિપજ્યું હતું. સચિન પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, મૂળ ઉત્તપ્રદેશના વતની અને હાલ સચિન પાલી ગામમાં શૈલેષભાઈ ચૌહાણ પત્નિ તેમજ બે સંતાન સાથે રહે છે. શૈલેષભાઈ એલ્યુમિનિયમની બારી બનાવવાનું કામકાજ કરે છે. શનિવારે સાંજે શૈલેષભાઈ નાં સંતાન પૈકી તૃપ્તી ઉ. વ.4 ઘર માં રમી રહી હતી. દરમિયાન રમતાં રમતાં તૃપ્તી એ ડિઝલ પી લીધું હતું. જેથી તેને 108એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન સોમવારે સવારે 7 વાગ્યાના અરસામાં તેણીનું મોત નિપજ્યું હતું. આ કિસ્સો જોતા માતા પિતા ને ચેતવા જેવું છે કે આવા પદાર્થો જ્યાં ત્યાં મૂકવા જોઈએ નહિ.