

ફરજીયાત ફિઝીકલ ફિટનેશનો કાળો કારોબાર
આણંદનાં બેડવા પાસે આવેલી આરટીઓ કચેરીમાં ડ્રાયવીંગ લાયસન્સ રીન્યુઅલ માટે આવતા અરજદારોને ડ્રાયવીંગ લાયસન્સ માટે ફરજીયાત ફિઝીકલ ફિટનેશ માટે મેડીકલ સર્ટીફિકેટ આપવાનું હોય છે,ત્યારે સામરખાનાં સદાનાપુરા સાંભોળપુરા ગામનાં રિઝવાન વ્હોરા અને તેનાં પુત્ર રાહીલ વ્હોરાએ આરટીઓ કચેરીની બહાર વાનમાં બેસીને અરજદારોને તબીબનાં સહી સિક્કાવાળા બનાવટી ફિઝીકલ ફિટનેશનાં આધારે ડ્રાયવીંગ લાયસન્સ રીન્યુ કરાવી આપી અરજદારો પાસેથી મોં માંગી કિંમત પડાવતો હતો,જે અંગે આણંદની એસઓજી પોલીસને જાણ થતા SOG પોલીસે છાપો મારી ડુપ્લીકેટ ફિઝિકલ ફિટનેશ સર્ટિફિકેટનાં આધારે ડ્રાયવીંગ લાયસન્સ રીન્યુ કરાવી આપવાનાં કૌભાંડનો પર્દાફાસ કર્યો હતો.
27 ડુપ્લીકેટ સર્ટિફિકેટ કબ્જે કર્યા
પોલીસે રિઝવાન વ્હોરા અને રાહીલ વ્હોરા પિતાપુત્ર પાસેથી જુદા જુદા તબીબોનાં નામ વાળા સહિસિક્કા,તેમજ 27 ડુપ્લીકેટ ફિઝીકલ ફિટનેશ સર્ટીફિકેટ,સહિ સિક્કા વગરનાં સર્ટિફિકેટ કબ્જે કર્યા હતા,એસઓજી પોલીસે પુછપરછ કરતા રિઝવાનભાઇ મુસ્તફાભાઇ વ્હોરા અને રાહીલભાઇ રિઝવાનભાઇ વ્હોરાની જુદા જુદા મેડીકલ ઓફીસરના બનાવટી સ્ટેમ્પ તથા બનાવટી સહી સીક્કાથી તૈયાર કરેલ મેડીકલ ફિટનેસ સર્ટીફીકેટો સાથે મુદ્દામાલ કબ્જે કરી ધરપકડ કરી હતી.તેમજ આ બનાવ અંગે પિતા પુત્ર વિરૂદ્ધ આણંદ રૂરલ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી કૌભાંડમાં સંડોવાયેલ બન્ને આરોપીઓ રિઝવાનભાઇ મુસ્તફાભાઇ વ્હોરા અને રાહીલભાઇ રિઝવાનભાઇ વ્હોરાની ધરપકડ કરી તેઓની પુછપરછ કરતા તેઓ છેલ્લા એક વર્ષની જુદા જુદા તબીબોનાં નામનાં ફિટનેશ સર્ટીફિકેટ પર સહિ સિક્કા કરી બનાવટી ફિટનેશ સર્ટીનાં આધારે અરજદારોનાં ડ્રાયવીંગ લાયન્સ રીન્યુ કરી આપતા હતા,
આરટીઓ અધિકારીઓની સંડોવણીની શંકા
એસઓજી પોલીસે આ કૌભાંડમાં બીજા કેટલા આર.ટી.ઓ એજન્ટ તથા આર.ટી.ઓ કચેરીના કોઇ અધિકારી કે કર્મચારીઓની સંડોવણી રહેલ છે કે કેમ? તે બાબતે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે, એસઓજી પોલીસે આરોપીઓ પાસેથી ડ્રાઇવીંગ સ્કુલનો રબર સ્ટેમ્પ નંગ –01, સ્ટેમ્પ પેડ નંગ – 01, જુદા જુદા મેડીકલ ઓફીસરોના નામ હોદ્દા વાળા રબર સ્ટેમ્પ નંગ – 03, આધાર કાર્ડ નંગ – 03 તથા ડ્રાઇવિંગ લાયસન્સ નંગ – 03 તથા લર્નિંગ લાઇસન્સ નંગ – 01 તથા આધારકાર્ડ ની નકલ – 01 તેમજ આર.સી.બુક-01, સહીસીક્કા વાળા મેડીકલ ફિટનેસ સર્ટીફીકેટ નંગ – 24 તથા સહી સીક્કા વગરના સર્ટી. નંગ – 03, એક લેપટોપ,એક પ્રિન્ટર, બેટરી સાથેનુ ઇન્વર્ટર, મોબાઇલ નંગ – 02 તેમજ એક ઓમ્ની વાન સહીત કુલ 85 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
ડોક્ટરના નામે ડુપ્લીકટે સર્ટિફિકેટ
એસઓજી પોલીસે ડૉ.પાર્થ શાહ,ડૉ.રૂષિરાજસિંહ વાળા,ડૉ.મનોજ એસ લાઘાવાળા,અને એક્ષપ્રેસ મોટર ટ્રેનીંગ સ્કુલનાં નામનાં નકલી રબર સ્ટેમ્પ કબ્જે કર્યા હતા .તેમજ જુદી જુદી વ્યકિતઓનાં નામનાં આધારકાર્ડ તેમજ 24 જેટલી વ્યકિતઓનાં નામનાં ડોકટરનાં સહિસિક્કા વાળા ડુપ્લીકેટ ફિટનેશ સર્ટિફિકેટ પણ કબ્જે કર્યા છે.