ગુજરાતના ગૃહ વિભાગ દ્વારા છેલ્લા એક અઠવાડિયાથી પોલીસ વિભાગમાં પીએસઆઇ તથા પીઆઇ કક્ષાના બદલી-બઢતીના હુકમો કરવામાં આવી રહ્યા છે, જેની વચ્ચે આજે 182 પીએસઆઇના જિલ્લા બદલીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પોલીસમાં છેલ્લા કેટલાક સમયથી સમયાંતરે બદલી-બઢતીની જાહેરાત કરાઈ છે. ત્યારે હવે ગુજરાતના પોલીસ વિભાગમાં બદલીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. આજે (8 એપ્રિલ, 2025) રાજ્યના અલગ અલગ શહેર-જિલ્લામાં ફરજ બજાવતા 182 પોલીસ સબ ઇન્સ્પેક્ટર(PSI)ની બદલીનો આદેશ કરાયો છે. આ તમામ PSI બિન હથિયારધારી છે. ગઈકાલે સોમવારે હંગામી બઢતીના આદેશ કરાયા હતા.