गुजरातताज़ा ख़बरेंसूरत

કોસંબા હાઇવે પરથી દારૂ ઝડપાયો

ટ્રક માંથી દારૂ મળી આવ્યો

કોસંબા નજીકનાં નેશનલ હાઈવે નં. ૪૮ ઉપર સાવા ગામની સીમમાં સુરજીત હોટલનાં કમ્પાઉન્ડમાં પાર્ક કરેલાં એક કન્ટેનરમાંથી કોસંબા પોલીસે વિદેશી દારૂના મોટો જથ્થા સાથે ચાલકને ઝડપી લીધો હતો.

પોલીસ સૂત્રો તરફની મળેલી માહિતી મુજબ દમણથી વિદેશી દારૂના મોટો જથ્થો કન્ટેનર નં. કેએ ૫૬ ૭૧૦૫માં નર્મદા જીલ્લામાં જઈ રહ્યો હોવાની અને ઉપરોક્ત નંબરનું કન્ટેનર સુરજીત હોટલનાં કમ્પાઉન્ડમાં પાર્ક થયેલ હોવાની બાતમી હે. કો. હિમાંશુ રશ્મીકાંતને મળી હતી. બાતમી મળતાં કોસંબા પોલીસે બાતમીનાં સ્થળે છાપો મારી વિદેશી દારૂનો જથ્થો ભરેલાં કન્ટેનરને ચાલક મોહંમદ આરીફ મન્સૂર (રહે. માનેખલી, તા. હોમાનાબાદ, જિ. બીદર, કર્ણાટક) સાથેઝડપી પાડી તપાસ કરતા કન્ટેનરમાંથી ૩૧૩ જેટલાં બોક્ષમાંથી ૧૦,૫૩૨ બોટલ (કી. રૂા. ૧૯,૯૬,૮૦૦)નો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂનો જથ્થો, બે મોબાઈલ, રોકડ રકમ, કન્ટેનર સહિત કુલ રૂા. ૪૦,૩૨,૩૦૦ લાખનો મુદામાલ કબજે કરી કન્ટેનરનો માલિક મોહંમદ સફીક મન્સુર (રહે. માન્નેખલી, હોમાનાબાદ, તા. બિદર, કર્ણાટક), દારૂનો જથ્થો ભરીને આપી જનાર હુશેન (રહે. બાગેપલ્લી કર્ણાટક. હાલ રહે. દમણ) તેમજ અન્ય એક ઇસમ (જેના નામઠામ સરનામાની ખબર નથી), દારૂનો જથ્થો મંગાવનાર હર્ષદ ચૌધરી (રહે. સાગબારા, જિ. નર્મદા) અને રાજા ભુરીયા (રહે. ડેડીયાપાડા. જિ. નર્મદા)ને વોન્ટેડ જાહેર કર્યા હતા. ઉપરોક્ત તમામ વિરૂધ્ધ કોસંબા પોલીસનાં પીઆઈ એમ. કે. સ્વામીએ પ્રોહી. એકટનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Show More
Back to top button
error: Content is protected !!