
બ્રેકિંગ ન્યુઝ:-/કારંટા
હજરત શાહ સૈયદના કુતુબશાહ મહેમુદ દાદા રદીઅલ્લાહો તઆલા અલય નો 687 મો ઉર્ષ મેળો કારંટા દરગાહ ખાતે યોજાયો.
હજરત શાહ સૈયદના કુતુબશાહ મહેમુદ દાદા રદીઅલ્લાહો તઆલા અલય નો 687 મો ઉર્ષ મેળો 06 અને 07 માર્ચ 2024 ના રોજ મહીસાગર જિલ્લાના કારંટા દરગાહ ખાતે યોજાયો હતો. અને આ કાર્યક્રમ માં મુસ્લિમ સમાજ ના ધર્મગુરુ હજરત હાશ્મીમિયા સાહબ પણ હાજર રહ્યા હતા.જેમાં આ કાર્યક્રમમાં ગુજરાત, રાજ્સ્થાન, મધ્ય પ્રદેશ, એમપી માંથી મોટી સંખ્યામાં તમામ સમાજની પબ્લિક આ દરગાહ ખાતે પોતાની દિલની મુરાદો, શ્રધ્ધાઓ લઇને દુવાઓ , આર્શિવાદ માટે આવેલ હતી. અને તેમની સાચી નિયત થી કરેલ મુરાદો પણ બાવા દ્વારા પુરી થાય છે.
જેમાં આ ઉર્ષ મેળામાં 4 રાજ્યો ની પબ્લિક એ હળી મળી આવીને એકતાનું ઉદાહરણ પુરૂ પાડ્યું હતું. અને આ 2 દિવસ નો કાર્યક્ર્મ શાનદાર રીતે ઉજવણી કરી શાંતિ પૂર્વક સંપૂણ પૂર્ણ થયેલ હતો.
જેમાં આ બાબતે દરગાહ ટ્રસ્ટ ના એક સભ્ય એ વધુમાં સંતરામપુર માં મિડિયા તરીકે ફરજ બજાવતા સલમાન મોરાવાલા નો સંપર્ક કરી તેમની એક મિડિયા અખબારી યાદીમાં જણાવ્યું હતું કે આ કાર્યક્રમ માં મહીસાગર જિલ્લા પોલીસ, તથા મહિસાગર જિલ્લા કલેકટર શ્રી. નેહા કુમારી મેડમ તથા ખાનપુર તાલુકાના મામલતદાર શ્રી. તથા સાથે અન્ય મહિસાગર જિલ્લા ને તાલુકાના સંલગ્ન ખાતાના અધિકારીઓ તથા કમૅચારીઓ દ્વારા પુરતો બંદોબસ્ત ગોઠવી શુરુઆત થી માંડી પોગ્રામ ના અંત સુધી પુરે-પુરો સાથ સહકાર આપ્યો હતો. તે બદલ કારંટા શરિફ દરગાહ કમિટી મેમ્બરો તથા ગામના ગામજનો સમગ્ર ટીમનો તથા બધાનો દીલથી ખુબ-ખુબ આભાર વ્યક્ત કરે છે.
રિપોર્ટર વિપુલ પ્રજાપતિ ફતેપુરા દાહોદ