
બ્રેકિંગ ન્યુઝ:-/ભાણપુર
ખાનપુર તાલુકાના ભાણપુર ગામમાં આવેલા રણ મુક્તેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રીના મહોત્સવની ઉજવણી કરાઈ.
મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના ભાણપુર ગામમાં આવેલા રણ મુક્તેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રીના મહોત્સવની ઉજવણી નિમિત્તે શોભાયાત્રા, મહાઆરતી, સંતવાણી, મંદિરે દર્શન કરવા માટે આવતા ભાવ ભકતો માટે મહાપ્રસાદી, ફરાળી પ્રસાદી,૫૧૦૦ દિપપ્રાગટય,ભજન સંધ્યા જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતુ.
જેમાં આજુબાજુ ના ગામોમાંથી ભાવિ ભક્તો મંદિરે દર્શન કરવા માટે સવારથી આવવા લાગ્યા હતા.અને શિવરાત્રીના મહોત્સવ માટે ભાણપુર ગામના નાના મોટા તમામ લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. તથા સુંદર આયોજન ગામજનો દ્વારા કરવામાં આવ્યું હતુ. તથા ધામધુમથી શિવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.
રિપોર્ટર વિપુલ પ્રજાપતિ ફતેપુરા દાહોદ