

FSLની ટીમે પ્રાથમિક તપાસ કરી રિપોર્ટ તૈયાર કર્યો
ડીસા અગ્નિકાંડ મામલે પોલીસ વડા (SP) અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું કે, ‘ગણતરીના કલાકોમાં મુખ્ય બે આરોપીને ઈડરથી ઝડપી લીધા છે. હાલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ની ટીમે પ્રાથમિક તપાસ કરી રિપોર્ટ તૈયાર કર્યો છે. જેમાં ગોડાઉનમાંથી ફટાકડાનો જથ્થો મળ્યો છે, પોલીસને જ્યાં જ્યાંથી માલ મળ્યો ત્યાં તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત તમિલનાડુ, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં પણ ફટાકડાનો વેપાર કરતા હતા તેને લઈ તપાસ ચાલુ છે. એલ્યુમિનિયમ પાઉડરને કારણે વિસ્ફોટ થયો છે. એલ્યુમિનિયમનું આસાનીથી વેચાણ થઇ શકે છે અને એલ્યુમિનિયમમાં બ્લાસ્ટ થાય તો તે ખૂબ સળગે છે જેના કારણે આટલી મોટી ઘટના બની છે.’