
મહે.ભાવનગર રેન્જ આઇ.જી.પી.શ્રી. ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર જિલ્લાઓમાં રેન્જના બનતા અપહણ તથા પોક્સો એકટ સબંધિત ગુન્હાઓના આરોપીઓને સત્વરે પકડી પાડવા સુચના આપેલ હોય જે અન્વયે અમરેલી પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરાત સાહેબ નાઓએ તેમજ મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી જયવીર ગઢવી સાહેબનાઓએ અપહરણ તથા પોક્સોના ગુન્હાના આરોપીઓને પકડી પાડવાં જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય,જે અન્વયે ખાંભા પોલીસ સ્ટેશનના I/C પોલીસ ઇન્સપેકટર શ્રી આર.જી.ચૌહાણ સાહેબની સુચના અને માર્ગદર્શન નીચે ખાંભા પો.સ્ટેની સર્વેલન્સ ટીમ દ્વારા ખાંભા પો.સ્ટે.ના એ-પાર્ટ ગુ.ર.નં-૧૧૧૯૩૦૨૭૨૫૦૦૬૮/૨૦૨૫ ભારતીય ન્યાય સહીતા એક્ટ કલમ-૧૩૭(૨), ૮૭, પોક્સો એકટ કલમ ૧૮ મુજબના ગુન્હાના કામના આરોપીને ભોગબનનાર સાથે સર્વેલન્સ ટીમના પો.કોન્સ રાજુભાઇ બોદર નાઓની ચોક્કસ બાતમી આધારે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.પકડાયેલ આરોપીની વિગત.(૧) સાવન છગનભાઈ ધોર્વ ઉ.વ.૨૧ ધંધો.મજુરી રહે. મુળ પીપરીપુરા ચોકીદારપુરા વિસ્તાર પ્રા.શાળા પાસે તા.ગંધવાની જી.ધાર રાજ્ય-મધ્યપ્રદેશ હાલ રહે.કોદીયા નકુભાઇ નારણભાઇ વાળાની વાડી/ખેતરે તા.ખાંભા જી.અમરેલી આ કામગીરી ખાંભા પોસ્ટેના I/C પો.ઇન્સ.શ્રી.આર.જી.ચૌહાણ સાહેબની સુચના અને માર્ગદેશન હેઠળ અના હેડ.કોન્સ એન.પી.સોલંકી તથા પો.કોન્સ રાજુભાઇ બોદર તથા ભાવેશભાઇ બુધેલા તથા પો.કોન્સ અનિરુધધસિંહ મોડ નાઓએ કરેલ છે…