ધરમપુરની એક શ્રમિક પરિવારની 16 વર્ષીય સગીરાની એક યુવક સાથે મિત્રતા થઇ પણ બાદમાં યુવકે બીજી યુવતી સાથે લગ્ન કરી લેતા સગીરાએ યુવક સાથે મિત્રતા તોડી નાખી હતી પછી યુવકે પોતાના મિત્રો સાથે મળીને સગીરા પર દુષ્કર્મ કરવાના ઈરાદે જાતીય હુમલો કર્યો હતો. ત્યારે આ બાબતની પરિવારે પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ જેને લઈને DGP અનિલ ત્રિપાઠીની દલીલોને ગ્રાહ્ય રાખીને ધરમપુરની કોર્ટમાં જજ એમ એ મિર્ઝાએ 4 આરોપીઓને 5 વર્ષની કેદની સજા ફટકારી છે.ધરમપુરમાં 16 વર્ષીય સગીરાને નજીકમાં રહેતા યુવકે સગીરા સાથે મિત્રતા કરી બાદમાં યુવકે બીજી યુવતી સાથે લગ્ન કરી લીધા જેથી સગીરાએ મિત્રતા તોડી નાખી પણ યુવકે અને તેના મિત્રોએ 7મી નવેમ્બર 2019 ના રોજ સગીરાને અંકુર અંકિશભાઈ નાયકા, સાવનભાઈ નરેશભાઈ નાયકા, સહદેવ નરેશભાઈ નાયકા અને જીગ્નેશભાઈ નવલુભાઈ નાયકાએ સગીરાનો રસ્તો રોકી સામૂહિક જાતીય હુમલો કરીને નજીકમાં આવેલી ખુલ્લી જગ્યામાં દુષ્ક્રમના ઈરાદે સગીરાને પકડીને લઈ ગયા હતા અને જાતીય હુમલો કર્યો હતો.ત્યારે ધરમપુરની પોક્સો એકટ હેઠળની સ્પેશ્યલ કોર્ટના જજ એમ એ મિર્ઝાએ સામૂહિક જાતીય હુમલો કરવાના ગુનાંમાં સંડોવાયેલા આરોપીઓ પોક્સો એક્ટની કલમ 10 મુજબના ગુનામાં તકસીરવાન ઠરાવી પ્રત્યેક આરોપીને 5 વર્ષની સાદી કેદની સજા અને પ્રત્યેક આરોપીને રૂ.1 હજારનો દંડ જો દંડ નાં ભરે તો વધુ 1 માસની સાદી કેદની સજા ફટકારી છે. તથા ભોગબનનારે ભોગવેલ માનસિક યાતના તથા પુનઃ સ્થાપન માટે ગુજરાત વિક્ટીમ કંપંશેશન સ્કીમ હેઠળ રૂપિયા 1 લાખ વળતર ચૂકવવાનો હુકમ કર્યો છે.
0 2,510 1 minute read