ताज़ा ख़बरें

જાફરાબાદનાં બાબરકોટમાં ગૌચર જમીનમાં થયેલ દબાણ દુર કરો

પશુપાલન કરનારની રોજી રોટી છીનવાઈ રહી છે

જાફરાબાદ, તા. e

 

જાફરાબાદ તાલુકાનું બાબરકોટ સૌથી મોટુ ગૌચર ધરાવતુ ગામ છે. ગામમાં મુખ્ય વ્યવસાય તરીકે ધંધા સાથે ખેતી અને પશુપાલન છે. ગામમાં ચારેય દિશામાં ગૌચરની જમીન આવેલહોય તેમા કેટલાક સર્વે નંબર અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની (નર્મદા સિમેન્ટ બાબરકોટ) દ્વારા બિનકાયદેસર દબાણ કરી જમીન વાળીને બિનકાયદેસર રીતે કાગળો બનાવીનેએ ગૌચરની જમીનમાં માયનિંગ લીજ કરીએ જમીનમાંથી લાખો મેટ્રિક ટન ખનીજનો જથ્થો કાઢીને સિમેન્ટ બનાવીને વેચી નાખવામાં આવી છે.

 

ગામના માલ ઢોર અને પશુપાલન કરી રહેલા વર્ગને આ કંપની દ્વારા દબાણ કરેલ ગૌચરની અંદર પ્રવેશવા દેતી નથી અને તેમ સતા પણ ગામના લોકો ત્યાં પશુ ચરાવવા માટે જાય છે તો એમની ઉપર ખોટા કેસ કરી દેવામાં આવે છે આને લીધે પશુપાલન કરતા લોકોની રોજી રોટી છીનવાઈ રહી છે. અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની

 

દ્વારા બાબરકોટ ગામના ખેડૂતોના ખેતરે જવાના રસ્તા પણ પોતાનો પાવર બતાવીને એમાંથી પણ ખનિજ પદાર્થો કાઢીને રસ્તા પણ બંધ કરી દીધા છે અને આ ગામના ખેડૂતોને પોતાના ખેતરે જવામાં પણ તકલીફ પડી રહી છે બાબરકોટ ગામના પશુપાલકો તેમજ માલધારી વગેરે અન્ય સમાજને કુટુંબનુ ગુજરાન ચલાવતા હોય. અને ન ધણીયાતી ગાયોને ના છૂટકે રોડ રસ્તા ઉપર ભટકવું પડેછે.

 

ખેડૂતોના મુખ્ય રસ્તા દબાણને લીધે સાંકડા અને ગલી જેવા થઈ રહ્યા છે. માલધારી સમાજના ઘેટા બકરાનો ધંધો ભાંગવાને આરે છે. ગૌચર દબાણને લીધે ગૌધનને છૂટકે ગામની અંદર અથવા તો રોડ ઉપર આમતેમ ભટકીને મજબૂર થવું પડે છે.

 

પશુધન અને પશુપાલકોને ગેચરને લીધે બહાર હિજરત કરવાનો વારો આવે તેમ છે. આવા ગૌચર બાબતે બાબરકોટના પત્રકાર ભગવાનભાઈ ભરવાડ દ્વારા ગામના અનેક પ્રશ્નો અંગે

 

। તસ્વીર : ભરત બારૈયા-જાફરાબાદ

 

| સરકારના નીતિ નિયમોને કાયદાની જોગવાઈ મુજબ સરકારના સંબંધિત કચેરીના અધિકારીઓ મારફત સ્થળ | તપાસ કરાવી જરૂર જણાય તો લેન્ડ મેબિગ કાયદાની જોગવાઈ હેઠળ બાબરકોટ ગામનું તમામ ગૌચર ખુલ્લું થઈ શકે તેમ છે.

 

અને આ બાબરકોટ ગામે આવેલી અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની (નર્મદા સિમેન્ટ બાબરકોટ)ના જે ગૌચરમાં ગોટાળા કરીને ખોટા કાગળો બનાવીને જે માઇનિંગ લીજ કરીને જે ખનિજ તવો કાઢી લેવામાં આવ્યા છે એમની ઉપર પણ કરોડોનો ભ્રષ્ટાચાર બાર આવે એમ છે આ બાબતે અમારા પત્રકાર ભગવાનભાઈ ભરવાડની આગળની અરજીને ધ્યાને લઈને તાત્કાલિક બાબરકોટ ગામની ગૌચરનાબધા સર્વે નંબરની માપણી થવી જોઈએએનેજેઆ અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની (નર્મદા સિમેન્ટ બાબરકોટ)એ જે ગૌચરની જમીનમાં ખનન કરીને ખનિજ પદાર્થો કાઢી લેવામાં આવ્યા છે એમની ઉપર કાયદેસરના પગલાં લેવામાં આવે એવી માગ છે.

Show More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!