
જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. શ્રી વી. એમ. કોલાદરા નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમે નામ. ફેમીલી કોર્ટ, બગસરા નાઓનાં ક્રિમીનલ કેસમાં કસુરવાર ઠરાવી સજાનું વોરંટ ઇસ્યુ કરેલ હોય, મજકુર આરોપી સજા વોરંટની ધરપકડ ટાળવા છેલ્લા સાત માસથી નાસતા ફરતો હોય, મજકુર આરોપીને બાતમી હકિકત તેમજ ટેકનીકલ સોર્સ આધારે પકડી પાડી, સજા માટે જિલ્લા જેલ, અમરેલી ખાતે મોકલી આપવા કાર્યવાહી કરવામાં આવેલ છે.
( પકડાયેલ આરોપીની વિગતઃ-
રહીમભાઇ જુસબભાઇ પડીયાર, ઉ.વ. ૪૬, રહે. જેતપુર, હાજી દાઉદ ગ્રાઉન્ડમાં, સોજીત્રા હોસ્પીટલ પાસે, તા.જેતપુર, જિ.રાજકોટ. ( પકડાયેલ આરોપીને નામ.કોર્ટ
દ્રારા થયેલ સજાની વિગત:-
નામ. પ્રિન્સીપાલ મેજી. સાહેબ, ફેમીલી કોર્ટ, બગસરાનાઓનાં ફો.૫.અ.નં.
૧૮૯/૨૦૨૪ ક્રી.પો.કોડની કલમ ૧૨૫(૩) ના કામે આરોપી રહીમભાઇ જુસબભાઇ પડીયાર રહે.જેતપુર વાળાને ગુના અંગે કસુરવાર ઠરાવી ગઇ તા.૧૩/૦૮/૨૦૨૪ નાં રોજ ૧૮૦ દિવસની કેદની સજાનો હુકમ થયેલ છે. આરોપીને નામ. કોર્ટ, બગસરા નાઓ દ્રારા જારી કરવામાં આવેલ સજા વોરંટની બજવણી કરી, સજા માટે જિલ્લા જેલ, અમરેલી ખાતે મોકલી આપવા કાર્યવાહી કરવામાં આવેલ છે.
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી વી. એમ. કોલાદરા તથા એલ.સી.બી. ટીમના એ.એસ.આઇ. હરેશસિંહ પરમાર તથા હેડ કોન્સ. આદિત્યભાઇ બાબરીયા દ્વારા કરવામાં આવેલ છે