गुजरातताज़ा ख़बरेंसूरत

ડાંગ જિલ્લાનાં આહવા, સુબિર સહિત વઘઈ પંથકમાં ધોધમાર વરસાદ નોંધાયો

ડાંગ જિલ્લામાં ખેડુતો ગેલમાં

ડાંગ જિલ્લામાં રવિવારે રાત્રીનાં અરસામાં તેમજ સોમવારે દિવસ દરમ્યાન વરસાદી માહોલ જામ્યો હતો. ડાંગ જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેમાં વઘઈ, આહવા, સુબીર સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા પાણીની રેલમછેલ ફરી વળી હતી. જયારે સાપુતારા ખાતે ઝરમર વરસાદ જોવા મળ્યો હતો.હવામાન વિભાગની આગાહી મુજબ રવિવારથી ડાંગ જિલ્લામાં વરસાદની પધરામણી જોવા મળી હતી. સોમવારે આહવા, વઘઈ, સુબીર સહિતના વિસ્તારમાં વરસાદે માઝા મૂકી છે. ડાંગ જિલ્લામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાઈ જવાની સમસ્યા પણ ઊભી થઈ હતી. ડાંગ જિલ્લાના આહવા, વઘઈ, સુબીર સહિત સમગ્ર ડાંગ જિલ્લામાં વરસાદનું આગમન થયુ છે. વરસાદી માહોલનાં પગલે ખેડૂતોએ ઓરેલ મોંઘા ડાંગરનાં બીને જીવતદાન મળતા ખુશીનો માહોલ જોવા મળી રહ્યોછે. ત્યારે સોમવારનાં રોજ ૪ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધીનાં બે કલાક દરમ્યાન આહવા પંથકમાં ૨૨ મીમી, વઘઈ પંથકમાં ૧૮ મીમી અને સુબીર પંથકમાં ૮ મીમી વરસાદ નોંધાયો હતો. સાપુતારા ખાતે ઝરમર વરસાદ જોવા મળ્યો હતો. સોમવારે સાંજનાં સમયે વરસાદ વરસતા સમગ્ર ડાંગ જિલ્લામાં નયનરમ્ય દ્રશ્યો સર્જાયા હતા. ડાંગ જિલ્લા ડિઝાસ્ટર વિભાગનાં જણાવ્યા અનુસાર છેલ્લા ૨૪ કલાક દરમ્યાન સાપુતારા પંથકમાં ૦૫ મિમી, વઘઈ પંથકમાં ૨૫ મિમી અર્થાત ૧ ઈંચ, આહવા પંથકમાં ૪૧ મિમી અર્થાત ૧.૬૪ ઈંચ, જ્યારે સૌથી વધુ સુબિર પંથકમાં ૭૨ મિમી અર્થાત ૨.૮૮ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

Show More
Back to top button
error: Content is protected !!