गुजरातताज़ा ख़बरेंसूरत

સુરત મા આકરા તાપ માં પણ વગર સુરક્ષાએ ટ્રાફિક અને ટીઆરબી જવાનો ફરજ બજાવી રહ્યા છે

સુરત પોલીસ તેમજ TRB જવાનો ને ધન્યવાદ આપવા પડે

સુરતમાં આકરી ગરમી વચ્ચે હાલમાં લૂ ફુંકાય છે, અને તાપમાન ચાલીસ થી બેતાલીસ ડિગ્રીની આસપાસ રહેતું હોય તોપણ સુરત શહેર નાં ટ્રાફિક અને ટી. આર. બી. જવાનો ખડે પગે ફરજ બજાવી રહ્યા છે. જવાનોને છત્રી, પાણીની કે ગ્લુકોઝની પણ સુવિધા અપાય નથી. શું આટલી ગરમીમાં કામ કરવાથી જવનોના આરોગ્યનો ખતરો નહી રહે તેવો પણ એક સવાલ ઊભો થઇ રહ્યો છે. વડોદરામાં ટ્રાફિક જવાનોને એસી વાળી હેલ્મેટ ફાળવવામાં આવી છે. તો શું સુરત ટ્રાફિક વિભાગ આવી વ્યવસ્થા ના કરી શકે. સુરત પોલીસ દ્વારા આ અંગે વિચારવું જરૂરી છે. આ ઉપરાંત પ્રદુષણ નો પણ સુરતમાં પ્રશ્ન છે તો જવાનો માટે ઓક્સિજન બાર ની સવલત પુરી પાડવામાં આવે તો જવનોનાં સ્વાસ્થય સારા રહેશે. ટ્રાફિક નાં હોય ત્યારે પોઇન્ટ છોડીને જવાનો બ્રીજ નીચે તથા ઝાડ નીચે તથા અન્ય જ્ગ્યાએ છાંયામાં ઊભા રહે છે. આ જોઈ જવાનોને પૂછતા એવુ જણાવ્યુ કે પોલીસ દ્વારા કોઈ સુવિધા આપવામાં આવી નથી.

Show More
Back to top button
error: Content is protected !!