Uncategorizedगुजरातताज़ा ख़बरें

પાટણ જિલ્લાના ચાણસ્મા ફાયર બ્રિગેડને જાણ થતા તેઓએ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી..

પાટણ જિલ્લાના 

ચાણસ્મા ફાયર બ્રિગેડને જાણ થતા તેઓએ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી..

પાટણ જિલ્લાના હારીજમાં વાઘેલ રોડ પર આવેલ હરિઓમ ઇન્ડસ્ટ્રીઝમાં શનિવારે બપોરે કાલા કપાસના ઢગલામાં અગમ્ય કારણોસર આગ લાગતા અફડા તફડી નો માહોલ સજૉયો હતો.બનાવ ને પગલે ચાણસ્મા ફાયર વિભાગ ની ટીમને જાણ થતાં તેઓએ તાત્કાલિક ધટના સ્થળે દોડી આવી પાણીનો મારો ચલાવી મહામુસીબતે આગ પર કાબૂ મેળવ્યો હતો.

તો આગને કારણે ઈન્ડસ્ટ્રીઝ ના માલિક ને મોટું નુકશાન થવા પામ્યું હોવાનું પણ જાણવા મળ્યું છે: પાટણ જિલ્લાના હારીજ મા કાલા કપાસની અનેક ઈન્ડસ્ટ્રીઝ આવેલ હોય અને અવાર નવાર આવા આગ ના બનાવો બનતાં હોવા છતાં હારીજમાં  ફાયર ફાઇટરની સુવિધા ઉપલબ્ધ ન હોવાના કારણે આવી આગની ધટના ધટે ત્યારે અન્ય શહેર માથી ફાયર ફાઈટરને બોલાવવાની ફરજ પડતી હોય જેને લઈને લોકો મા તંત્ર પ્રત્યે રોષની લાગણી ઉભી થવા પામી છે.

Show More
Back to top button
error: Content is protected !!