गुजरातताज़ा ख़बरेंसूरत

ચાર વર્ષ ની બાળકી સાથે ૧૧ વર્ષના બાળકે દુષ્કર્મ કર્યું

મોબાઈલ આપી દેતા માતા - પિતા માટે ચેતવા જેવો કિસ્સો

સુરત શહેર ના રૂદરપુરા વિસ્તારમાં ગઇકાલે એક ચોંકાવનારો કિસ્સો અને ધૃણાસ્પદ કહી શકાય એવી ઘટના બની હતી. અથવા પોલીસ પાસે થી મળતી માહિતી અનુસાર રૂદરપુરા માં રહેતા ૧૧વર્ષના બાળકે ઘર પાસે રહેતી અને ૪ વર્ષની બાળકી ગઈ તારીખ ૨૯ માર્ચ નાં રોજ તેની સાથે રમી રહી હતી ત્યારે તે બાળકીને પોતાના ઘરમાં લઈ ગયો હતો. ત્યારબાદ બાળકીના કપડાં ઉતારી અડપલાં કર્યા હતાં. આ દુષ્કર્મ આચર્યા બાદ ચપ્પલ થી બાળકીના ગુપ્તાંગ પર માર માર્યો હતો અને ધમકાવી પણ હતી. મારવાના લીધે બાળકીને ગુપ્તાંગ પર ઈજા થઈ હતી. ધમકીથી ગભરાયેલી બાળકીએ કોઈને ઘરમાં જાણ કરી નહોતી પરંતુ બીજા દિવસે બાળકીના ગુપ્તાંગ માં દુઃખાવો ઉપાડતા પરિવારજનો સારવાર અર્થે પ્રાઇવેટ હોસ્પિટલ મા લઈ ગયા હતા. ત્યાં ડોક્ટરે તપસ્યા બાદ ડોક્ટરોનું કહેવું એમ હતું કે બાળકી સાથે દુષ્કર્મ થયું છે. આવો રિપોર્ટ આવતા પરિવારજનો ચોંકી ગયા હતા. પૂછપરછ કરતાં બાળકીએ પાડોશી કિશોર ની કરતૂત જણાવી હતી. ત્યારબાદ પરિવારજનો બાળકીને સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. સારવાર બાદ બાળકીના પરિવારે આ કિસ્સા અંગે અઠવા પોલીસ મથકમાં કિશોર વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. પોલીસ તપાસ મા એવી હકીકત બહાર આવી છે કે ૧૧ વર્ષીય કિશોર મોબાઈલ નો ઉપયોગ કરતો હતો. તે મોબાઈલમાં અશ્લીલ વીડિયો જોતો હતો કે તે હજુ સુધી બહાર આવ્યું નથી. કિશોર મોબાઈલ ગેમ રમવા માટે જ વાપરતો હતો તેવું પણ જાણવા મળી રહ્યું છે. પરંતુ એક વાત એ પણ સમજવા જેવી છે કે આજના ડિજિટલ ની દુનિયા માં બાળકોને મોબાઈલ આપવો માતા – પિતા માટે આ કિસ્સો ચેતવા જેવો છે.

Show More
Check Also
Close
Back to top button
error: Content is protected !!