
આદિ યોગી ભગવાન શિવના મહાશિવરાત્રી પર્વ નિમિત્તે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ગુજરાત રાજ્યના ૪૧ અલગ અલગ સ્થળે યોગ શિબિર યોજવામાં આવી. જેમાં અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર માં ભવ્ય યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું. ભગવાન શિવ કે જેઓને આદિ યોગી અથવા પ્રથમ યોગી તરીકે ઓળખવામાં આવે છે. તેઓ યોગના ક્ષેત્રમાં ખૂબ જ મહત્વ પૂર્ણ સ્થાન ધરાવે છે ભગવાન શિવને યોગ ના પ્રણેતા પણ માનવામાં આવે છે અને તેમના ઉપદેશો અનેક યોગ પ્રથાઓનો પાયો પણ છે ભગવાન શિવ અને યોગ વચ્ચેનું જોડાણ એ ગહન અને અવિભાજ્ય છે હિન્દુ ધર્મમાં મહાશિવરાત્રીનું વિશેષ મહત્વ છે ભગવાન શિવની સમર્પિત આ મહાશિવરાત્રીના શુભ અવસર પર મોડાસા ખાતે ભવ્ય યોગ શિબિર યોજવામાં આવી મોડાસા શહેરના યોગી ભાઈ ઓ એ તેનો લાભ લીધો.
.