
અમરેલી ખાણ ખનીજ વિભાગે દરોડા શેત્રુજી નદીના પટમાંથી ખનીજ ચોરી કરતા બે ડંપર એક હોડી સહિત રૂપિયા ૨૫ લાખનો મુદામાલ જપ્ત કર્યો...
અમરેલી શેત્રુંજી નદીમાંથી અવારનવાર રેતી ચોરો રેતી ચોરી કરતા ઝડપાતા રહ્યા છે. ત્યારે અમરેલી કલેકટરને કડક સૂચનાને લઇ ખાણખનીજ વિભાગ દ્વારા લીલીયા તાલુકાના આંબા અને અમરેલી તાલુકાના ગાવડકા શેત્રુંજી નદીના પટમાંથી બે ડમ્પર અને એક હોડી રેતી ચોરી કરી સાધનો ઝડપી પાડ્યા છે. ખાણ ખનીજ વિભાગે કુલ ૨૫ લાખના રૂપિયાનો મુદ્દામાલને ઝડપી પાડ્યા છે. આ બાબતે રોયલ્ટી ઇન્સ્પેક્ટર ભાવેશ સાધુના જણાવ્યા પ્રમાણે હાલ શેત્રુજી નદીમાં હોડી દ્વારા રેતી બહાર કાઢવાનો કિસ્સો પ્રથમ વખત જોવા મળ્યો છે. આ તમામ વાહનો કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે……