
શ્રી રોહિતવંશી 500 પાટણવાડા સમૂહ લગ્ન સમિતિ દ્વારા પાટણ ખાતે તા.૧૮/૦૫/૨૦૨૫ ના રોજ સમૂહ લગ્ન યોજવામાં આવ્યા.૩૦ જેટલાં નવયુગોલોએ માંડ્યા પ્રભુતામાં પગલાં,
💐 સમારંભના અધ્યક્ષશ્રી માનનીય ડોક્ટર એચ.ડી.પાલેકર સાહેબે પોતાના વ્યકતવ્યમાં રોહિત સમાજને અને સમાજના દિકરા દીકરીઓને સંગઠિત રહી જીવનમાં ખૂબ પ્રગતિ કરો તેમજ શિક્ષણને મહત્વની કડી સમજી, શિક્ષણ હશે તો જ જીવનમાં બધા પાછા મજબૂત થશે, માટે આપણી સમાજના દિકરા દીકરીઓને શિક્ષણ અવશ્ય આપો,
💐 સમારંભના ઉદ્ઘાટકશ્રી માનનીય ભરતસિંહ ડાભી (સાંસદશ્રી લોકસભા પાટણ) હાજર રહી નવયુગલોને આશીર્વાદ આપ્યા,
શ્રી રોહિત વંશી 500 પાટણ વાળા સમૂહ લગ્ન સમિતિ પાટણના અધ્યક્ષ શ્રી વિનોદભાઈ કે સોલંકી વરિષ્ઠ ઉપાધ્યક્ષ શ્રી અશોકભાઈ એમ પરમાર કાર્યકારી મંત્રી શ્રી લાલજીભાઈ સોલંકી તેમજ ખજાનચી શ્રી ચીમનભાઈ એચ પરમાર જેવા મહાનુભવો દ્વારા સમાજના તેમજ અન્ય સમાજના દાતાઓ પાસેથી ભેટ સોગાતો એકઠી કરી 30 યુગલોને ચાંદીના પાયલ તાંબાના બેડા પોસ્ટલ વીમા યોજના પિત્તળના થાળ પાણીના જગ જેવી ભેટો પણ આપવામાં આવી, તેમજ 500 પાટણ વાળા રોહિત સમાજ દ્વારા સમૂહ લગ્નમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું. શ્રી રોહિતવંશી 500 પાટણ વાળા સમૂહ લગ્નમાં સમાજના અગ્રણીઓ આગેવાનો તેમજ દાતાઓ અને સામાજિક કાર્યકરો તેમજ સ્વયંસેવકો ભાઈઓ બહેનો અને સાધુ સંતો ખભે ખભો મિલાવી સમાજની એકતા અને બંધુતા નો ભાવ રાખી સમાજની દીકરીઓ એક મંડપ નીચે સપ્તપદી ના સાત ફેરા ફરી પોતાના નવજીવન ની શરૂઆત કરી શકે એવા ઊંડા હેતુથી આ સમૂહ લગ્ન બહુ ધામધૂમથી કરવામાં આવ્યા,
ગદ્દિંનસિન પૂર્ણિમા મહંત શ્રી રવિદાસિયા ધર્મ સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવજી મહારાજ ખાસ ઉપસ્થિત રહી નવદંપતીઓને તેમજ રોહિત સમાજને આશીર્વાદ આપ્યા હતા,
રિપોર્ટર: રમેશ સોલંકી કુંભાણા (પાટણ)