
સાયબર ઠગો પોલીસવર્દીમાં કોઈને જાણ ન કરવા દંપતિને ધમકી આપતા હતાં
। જામનગર ।
જામનગર શહેરમાં રહેતા વૃધ્ધ દંપતિને પોલીસના નામે આવતા વિડીયોકોલમાં કેસમાં ફસાયા હોવાની ધમકી આપતા જામનગરની સાયબર ક્રાઈમ પોલીસે વૃધ્ધ દંપતિને ડીઝીટલ એરેસ્ટમેન્ટ ફોડથી બચાવી લીધા હતાં.
ગત તા.૧૧ માર્ચના રોજ જામનગર વૃધ્ધ દંપતિ | માં રહેતા
ને બનાવટી પોલીસ અધિકારીનો વિડીયો કોલ આવ્યો હતો. વૃધ્ધ દંપતિને સાયબર ઠગોએ નિશાન બનાવીને કોલમાં ડિઝીટલ એરેસ્ટની ધમકીઓ આપવા લાગ્યા હતાં. જેથી ગભરાયેલા વૃધ્ધ દંપતિ એસપી કચેરીએ પહોંચતા એસપી પ્રેમસુખ ડેલુએ તેમને જામનગર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશને મોકલ્યા હતાં.
સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પીઆઈ આઈ.એ.ધાસુરાએ પોલીસ સ્ટેશને બેસાડી ચા-પાણી, નાસ્તો કરાવીને હિંમત આપી હતી. પોલીસવર્દીમાં શખસે કરેલા વિડીયો કોલની અસલી પોલીસે વિગતો મેળવ્યા બાદ વિડીયોમાં સામે આવતા સાયબર ઠગે કોલ કાપી નાંખ્યો હતો. વૃધ્ધ દંપતિને સાયબર એરેસ્ટથી બચાવીને ઘર સુધી મુકવા ગઈ હતી.
સાયબર ઠગોએ પહેલેથી જ દંપતિના આધારકાર્ડની વિગતો મેળવી લીધી હતી. તેમણે મુંબઈની એક રેડના ફોટા અને વિડીયો મોકલ્યા. બનાવટી સીબીઆઈ વોરંટ બતાવી દંપતિને ડરાવવાનો પ્રયાસ કરીને વિડીયો કોલ ચાલુ રાખવાનું દબાણ કર્યુ હતું. ડરી ગયેલા વૃધ્ધ દંપતિ એસપી પાસે પહોંચી જતાં ફોડથી બચી ગયા હતાં.