ડાંગ જિલ્લામાં આવેલ એકલવ્ય રેસીડન્સીયલ સ્કૂલોમાં ડાંગ જિલ્લાના વિદ્યાર્થીઓને બદલે અન્ય જિલ્લાના વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવે છે. જેના કારણે ડાંગ જિલ્લાના વિદ્યાર્થીઓનું ભણતર બગડી રહ્યું હોય તેવા આક્ષેપો સાથે ડાંગ જિલ્લા યુવક કોંગ્રેસ સમિતિનાં મંત્રી સંતોષભાઈ ભૂસારાએ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યુ હતુ.ડાંગ જિલ્લામાં 8 જેટલી એકલવ્ય મોડેલ સ્કૂલો આવેલ છે.જેમાં ડાંગ જિલ્લાનાં આદિવાસી વિદ્યાર્થીઓના બદલે અન્ય જિલ્લાના વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવી રહ્યો છે.ત્યારે ડાંગ જિલ્લાના વિદ્યાર્થીઓએ એડમિશન માટે ખૂબ જ ધક્કા ખાવા પડી રહ્યા છે.ડાંગ જિલ્લામાં ગરીબ આદિવાસી પ્રજા વસવાટ કરે છે ત્યારે ગરીબ બાળકોના અભ્યાસ માટે પૈસાની ખૂબ જ અગવડ પડતી હોય છે.
2,563 Less than a minute