*આદિવાસીઓના નામે ખોટા સર્ટિ પિકેટ તેમજ પ્રમાણપત્ર મેળવી નોકરીના લાભો મેળવે તેઓને દુર કરી તેમજ અટકાવવા સંજેલી મામલદારને રજુઆત કરવામાં આવી*
સંજેલી તાલુકાના આદિવાસી સંગઠનો અવાર નવાર સંજેલી આદીવાસીઓ સાથે થતા અન્યાય ને અટકાવવા રજુઆત કરવામાં આવતી હોય છે તયારે આદિવાસીઓના નામે નકલી સર્ટિ મેળવી નોકરી મેળવતા લોકોની યોગ્ય તપાસ કરી નોકરી માથી દુર કરવા તેમજ આવા જે પણ અયોગ્ય કાર્યો થતા હોય તે તમામ અટકાવવામાં આવે તેવી સંજેલી તાલુકા મામલદારને આવેદન પત્ર આપી રજુઆત કરાઇ હતી તેઓ રજુઆતમા જણાવ્યુ હતુ કે
ગુજરાત રાજ્યમાં આ બાબતે આદિવાસીના નામે ખોટા પ્રમાણપત્ર યા સર્ટિ મેળવી આદિવાસીને નામે નોકરી યા અન્ય લાભો મેળવે છે તેબાબતે લાંબા સમય થી આદિવાસી સંગઠનો વારંવાર સરકાર શ્રીને વખતો વખત આ બાબતે ગંભીર નોંધ લેવા જણાવવામાં આવે છે
જેમા દાહોદ જિલ્લામાં આવેલ સંજેલી તાલુકામાં આદિવાસીના નામે ખોટા પ્રમાણપત્ર સર્ટિ અને દાખલા મેળવીને નોકરીઓ, મંડળો દ્વારા આદિવાસીના નામે અંધેર વહીવટ ચાલે છે જે બાબત
જેમા સરકારી / અર્ધસરકારી, શિક્ષનિક સંસ્થાઓમાં આદિવાસીના નામે લાભો મેળવી પોતાના અંગત રોટલા શેકતા હોય છે આ બાબતે આદિવાસી સમાજના મંડળો કે આદિવાસીઓના નેતાઓ ઉપર કોઈ વિશ્વાસ રહયો નથી
ઘણા લોકો શંકાસ્પદ રીતે જાતિ બનાવી લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરે છે જો તટસ્થ તપાસ થાય તો ધાર્યા કરતા વઘુ લાંબા સમયના કોભાંડ બહાર પડી શકે તેવી શક્યતાઓ રહેલી છે જો ઉચ્ચ કક્ષાએ સુધી તપાસ આવે તો ચોક્કસ પરિણામ મળી શકે તેવી માંગ પણ કરવામાં આવી હતી.
*રિપોર્ટર વિજય ચરપોટ સંજેલી*
વંદે ભારત લાઇવ ટીવી