
ડિજિટલ નાણાકીય છેતરપિંડીના કેસોમાં મોટો વધારો થયો છે. નાણામંત્રાલય દ્વારા રાજ્યસભામાં રજૂ કરાયેલા આંકડાઓ અનુસાર 2024-25ના વર્ષના પહેલા 10 મહિના (એપ્રિલ-જાન્યુઆરી)માં ઓનલાઈન ઠગાઈથી કુલ 4,245 કરોડ રૂપિયાનું નુકસાન થયું. આ દરમિયાન 24 લાખથી વધુ ઘટનાઓ નોંધવામાં આવી છે. આ આંકડો 2022-23ના 2,537 કરોડ રૂપિયાની તુલનામાં 67% વધુ છે. એ વર્ષે 20 લાખ કેસ સામે આવ્યા હતા.
ફ્રોડ રોકવા માટે આ પગલાં
* આરબીઆઈએ MuleHunter. AI નામનું એક આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) આધારિત ટૂલ લોન્ચ કર્યું છે. તેનો ઉદ્દેશ્ય મની મ્યૂલ્સ (છેતરપિંડીમાં ઉપયોગમાં લેવાતાં બેન્કખાતાં)ની ઓળખ કરવાનો છે. બેન્કો અને નાણાકીય સંસ્થાઓને આ ટૂલનો ઉપયોગ કરવાની સલાહ અપાઈ છે.
મોબાઈલ નંબર અને ડિવાઈસની વચ્ચે ડિવાઈસ બાઈન્ડિંગ, પિન આધારિત ટૂ-ફેક્ટર ઓથેન્ટિકેશન, દૈનિક લેવડ-દેવડ મર્યાદા અને કેટલાક વિશેષ ઉપયોગ મામલાઓ પર પ્રતિબંધ સામેલ છે.