
બાગાયત વિભાગના માર્ગદર્શન હેઠળ ખેડૂતો દવા-ખાતરનો ઉપયોગ કરે છે:બાગાયત વિભાગના ૫૦ વિઘાના બગીચામાં કેરી આવતી નથી
ફોટો સરદારસિંહ ચૌહાણ
। તાલાલા !
તાલાલા પંથકની જીવાદોરી સમાન કેસર કેરીનો નાશ પામેલ પાકની સ્થિતિ અંગે સરકારે મંગાવેલ અહેવાલમાં બાગાયત વિભાગે કેસર કેરીનો પાક નિષ્ફળ જવા અંગે કિસાનોને જવાબદાર ઠેરવી પાકની કથિત સ્થિતિ અંગે ગોળ ગોળ અહેવાલ મોકલતા કેરીના પાકને બચાવવા નિષ્ફળ બાગાયત વિભાગ સામે કિસાનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.
તાલાલા પંથકના વિવિધ ગામના કિસાન અગ્રણીઓ અને ખેડૂતોએ આપેલ વિગત પ્રમાણે તાલાલા પંથકમાં આ વર્ષે કેસર કેરીના આંબામાં ડબલ મોર આવતા ખેડૂતો આનંદવિભોર થઈ ગયા હતા પરંતુ ગ્લોબલ વોર્મિંગ કેસર કેરીના મોર ને ભરખી જતાં કેસર કેરીના ઉત્પાદક કિસાનો આ વર્ષે પણ પાયમાલ થઈ
જતાં તાલાલા પંથકમાં નાશ પામેલ કેસર કેરીના પાકનું સર્વે કરાવી ખેડૂતોને યોગ્ય વળતર આપવા ઠેરઠેરથી રાજ્ય સરકાર સમક્ષ માંગણી કરવામાં આવેલ જેના અંતર્ગત સરકારની સુચના પ્રમાણે બાગાયત વિભાગ દ્વારા તાલાલા પંથકના વિવિધ વિસ્તારોમાં રેન્ડમ સર્વે કરી સરકારમાં અહેવાલ મોકલેલ છે.આ અહેવાલમાં કેરીનો પાક નિષ્ફળ જવા માટે કેસર કેરીના ઉત્પાદક કિસાનો ઉપર દોષનો ટોપલો ઢોળી દેતા નિષ્ફળ બાગાયત વિભાગ સામે કિસાનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.
અહેવાલમાં જણાવ્યું છે કે આંબા ઉપર જયારે આગોતરી સારવાર ની જરૂર હોય ત્યારે દવા છાંટવા ને બદલે રોગ માજા મુકે ત્યારે વારંવાર દવાનો છંટકાવ કરવાથી ફલીનીકરણ ને માઠી અસર થઈ છે.પરિણામે ફુટ
સેટીંગ ઓછું થયેલ છે.આ ઉપરાંત ખેડૂતો આંબાવાડી નો મોટાભાગે ઈજારો આપી દેવાતો હોય ઈજારદાર મોટાભાગે વૈજ્ઞાનિક અભિગમથી બગીચાની કાળજી કરતા નથી. વૈજ્ઞાનિક ખેતિ ના અભાવે ઉત્પાદની ખુબજ નુકસાની આવી હોવાનું જણાવી કેસર કેરીનો પાક નાશ પામવા બદલ કિસાનોને જવાબદાર ગણવામાં આવેલ છે.આ ઉપરાંત તાલાલા પંથકમાં આ વર્ષે ગત વર્ષ કરતાં ૫૦ ટકા પાક થશે પરંતુ ગત વર્ષે કેટલો પાક થયો છે તેનો ઉલ્લેખ કરવાનાં બદલે ગોળ ગોળ અહેવાલ મોકલી કિસાનોના પડયા ઉપર બાગાયત વિભાગે પાટું માથું હોવાનાં ખુલ્લા આક્ષેપો કેસર કેરીના ઉત્પાદક
કિસાનો કરી રહ્યા છે. તાલાલા માર્કેટીંગ યાર્ડમાં દશ કિ.ગ્રામના સને.૨૦૨૩-૨૪ માં | સને.૨૦૨૩-૨૪ માં ૧૧ લાખ ૧૩ હજાર ૫૪૦ બોક્સ
ખેડૂતો બાગાયત વિભાગની ભલામણ પ્રમાણે દવા છાંટે છે
તાલાલા પંથકમાં કેસર કેરીના ઉત્પાદક કિસાનો બાગાયત વિભાગની ભલામણ કરે તે સમયે તેમના માર્ગદર્શન હેઠળ દવાનો છંટકાવ કરે છે.આ માટે બાગાયત વિભાગ ગામડે ગામડે જાય છે અને ખેડૂત શિબિર કરે છે..તેની પ્રેસ નોટો પણ આપે છે તે બાગાયત વિભાગના રેકર્ડમાં છે છતાં પણ કેસર કેરીનો પાક નાશ પામવા ગ્લોબલ વોર્મિંગ ના બદલે કસમયે વધારે પ્રમાણમાં દવાનો છંટકાવ નું કારણ રજુ કરી બાગાયત વિભાગે નિષ્ફળતાનો ટોપલો પોતાના બદલે કિસાનો ઉપર ઢોળી દીધો હોય આ અંગે રાજ્ય સરકાર ઉચ્ચ કક્ષાએ તપાસ કરી ખેડૂતોને યોગ્ય ન્યાય આપે તેવી પ્રબળ લોક માંગણી ઉઠી છે.
તાલાલામાં ૫૦ વીઘામાં બાગાયત વિભાગના બગીચામાં પણ કેરી આવતી નથી
ગીરના પાટનગર તાલાલા શહેરમાં સાસણ રોડ ઉપર બાગાયત વિભાગનો ૫૦ વિદ્યાની વિશાળ જગ્યામાં કેસર કેરીનો બગીચો આવેલ છે.આ બગીચામાં નાના મોટા ૭૦૦ થી પણ અધિક આંબાના વૃક્ષો છે. છેલ્લા ત્રણ વર્ષથી આંબાના બગીચામાં પણ કેરીનું ઉત્પાદન ઘટતું જાય છે.આખા પંથકના ખેડુતોને ઉપયોગી માર્ગદર્શન આપતું બાગાયત વિભાગની મુખ્ય આ બગીચામાં આવેલ છે. આ કચેરી સાથે ઇઝરાયેલ કૃષિ તજજ્ઞો પણ જોડાયેલ છે. અહીં બી.એસ.સી એગ્રીના વિદ્યાર્થીઓ પણ તાલીમ લેવા આવે છે.આ બગીચાની સંપુર્ણ પરવરીશ વૈજ્ઞાનિક ઢબે તે પણ ઇઝરાયેલ પદ્ધતિથી થાય છે તેનો સંપૂર્ણ ખર્ચ રાજ્ય સરકાર આપે છે.છતાં પણ અહીં કેરીની આવક ક્રમશ: ઘટતી જાય છે. આ વર્ષે પણ જુજ પ્રમાણમાં કેરી હોવાનું કહેવાય છે. બાગાયત વિભાગના બગીચામાં કેરી આવતી નથી તેના માટે પણ તાલાલા પંથકના ખેડુતો જવાબદાર છે…??તેવા સો મણના સવાલ સાથે તાલાલા બાગાયત વિભાગની કામગીરીની પણ તપાસ કરવા ખેડૂતોની બુલંદ માંગણી ઉઠી છે.
વેચાણમાં આવ્યાં હતાં.એક બોક્સનો સરેરાશ ભાવ રૂ.૪૨૫ માં વેંચાણ થયું હતું.સને ૨૦૨૪-૨૫ માં પાંચ લાખ ૯૬ હજાર ૭૦૦ કેરીના બોક્સ વેચાણમાં આવ્યાં હતાં.એક બોક્સ સરેરાશ ભાવ રૂ.૭૦૦ લેખે વેંચાણ થયું હતું જે ઉપરથી સ્પષ્ટ સાબિત થાય છે કે ગત વર્ષે કેસર કેરીનો પાક માંડ માંડ ૫૦ ટકા થયો હતો.આ વર્ષે
માત્ર ૨૦ થી ૨૫ ટકા કેરીનો પાક થવાની ધારણા છે જે સૌ જાણે છે છતાં પણ બાગાયત વિભાગે કેસર કેરીના પાકનો અહેવાલ કિસાનો વિરોધી મોકલી કેસર કેરી પકવતા કિસાનોને હળાહળ અન્યાય કર્યાના આક્ષેપો સાથે તાલાલા પંથકમાં કેસર કેરીના પાકનું ફરીથી સર્વે કરાવવા માંગણી ઉઠી છે.