
રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા દેવભૂમિ દ્વારકા જીલ્લાના પોલીસ અધિક્ષક શ્રી નિતેશ પાંડેય સાહેબ નાઓની પ્રેરણાથી દ્વારકા ભગવાન શ્રીદ્વારકાધીશ મંદીર ખાતે પરંપરાગત રીતે યોજાતા હોળી-ધુળેટી દરમ્યાન ફુલથી રમવામાં આવતા ઉત્સવને “ફુલડોલ” તરીકે ઓળખવામા આવે છે. આ ઉત્સવમાં સમગ્ર ગુજરાતમાથી લાખોની સંખ્યામાં યાત્રાળુઓ પગપાળા આવતા હોય છે જેથી આ પદયાત્રીઓની પાયારૂપ અગવડતાઓને ધ્યાને લઇ તેઓની પદયાત્રા શાંતિ તેમજ સુખરૂપ રીતેની નીવડે તેવા શૂભઆશયથી દ્વારકા જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી દ્વારા પદયાત્રીઓ પ્રત્યે સહાનુભૂતિ દાખવી છેલ્લા ત્રણેક વર્ષ થી જીલ્લાના પ્રવેશદ્વારા સમા “આરાધના-ધામ” નજીક નયનરમ્ય સીહણ-ડેમના કિનારે “પોલીસ-સેવા કેમ્પ” કાર્યરત કરવામાં આવે છે. જેમા સન ૨૦૨૫ દરમ્યાન પણ ગત વર્ષો કરતા અતિવિશેષ માત્રાની સુવિધાજનક રીતેનો પદયાત્રીઓ માટે પોલીસ સેવા કેમ્પ તા. ૦૬/૦૩/૨૦૨૫ થી સળંગ રીતે કાર્યરત કરવામાં આવેલ. જેમા પદયાત્રીઓની મૂળભૂત જરૂરીયાતોને મહદઅંશે પંહોચી વળવા માટે તેઓની અગવડતાને ધ્યાને લઇ શકય તેટલી તમામ પ્રકારની સ્ત્રી- પુરુષો માટે અલગ અલગ પ્રકારની સગવડતાઓ પુરી પાડવામા આવેલ હતી.