
567 કિસ્સામાં ઘટના સ્થળ ઉપર રેસ્ક્યુ સાથે કાઉન્સેલીંગ કરાયું
અમરેલી જિલ્લામાં 181 રેસ્ક્યુ વાન ટીમ કાર્યરત છે. 10 વર્ષની સફળ કામગીરી દરમિયાન 181 અભયમ મહિલા હેલ્પલાઈન દ્વારા અમરેલી જિલ્લામાં 25990 જેટલા કિસ્સામાં મહિલાઓને જરૂરીયાત મુજબ માર્ગદર્શન અને બચાવ મદદ પુરી પાડી છે. તેમજ 181 અભયમએ અનેક મહિલાઓના જીવનમાં નવી આશા જગાડી છે.
તેમજ તાકીદની પરિસ્થિતિમાં
ઘટના સ્થળ ઉપર 181ની રેસ્ક્યુ ટીમે જઈને 5094 જેટલી મહિલાઓને મદદ પુરી પાડી છે. વર્ષ 2024માં 181ની ટીમે અમરેલી જિલ્લામાં 567 જેટલા કિસ્સામાં મહિલાઓને તાકીદની પરીસ્થિતિમાં ઘટના સ્થળ ઉપર રેસ્ક્યુ સાથે કાઉન્સેલીંગ સહિતની મદદ પુરી પાડી હતી. જેમાંથી 387 કિસ્સામાં કાઉન્સેલીંગથી સ્થળ પર જ સમાધાનકારી નિરાકરણ લાવવામાં સફળતા મળી હતી.150 કિસ્સામાં ગંભીર પ્રકારની સમસ્યા જણાતા
પીડિતાને આગળની કાર્યવાહી માટે પોલીસ સ્ટેશન, મહિલા સહાયતા કેન્દ્ર, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, ઓ.એસ.સી વિગેરે સંસ્થાઓ સુધી લઈ જઈ ન્યાય અપાવવાના પ્રયત્ન કર્યા હતા. તેમજ અન્ય ઘણા કિસ્સાઓમાં પીડિતા ઘર વિહોણી હોવાથી તેમને આશ્રયગૃહમાં આશરો આપવામાં આવ્યો હતો.
આમ, લોકોએ 181ની ટીમે છેલ્લા 10 વર્ષમાં કરેલી કામગીરીને બિરદાવી હતી