गुजरातताज़ा ख़बरेंसूरत

ટેક્ષ્ટાઇલ માર્કેટ વિસ્તારમાં પોલીસની કનડગત અને ગેરકાયદે પાર્કિંગ મુદ્દે કામદારો ટેમ્પો ચાલકોની હડતાળની ચિમકી

કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા સંગઠનના હોદેદારોની બેઠક યોજાઇ

શહેરના રિંગરોડ કાપડ માર્કેટ વિસ્તારમાં ટ્રાફિક પોલીસની કનડગત તથા પાર્કિંગ સમસ્યાના મુદ્દે આગામી સમયમાં યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો ટેમ્પો ચાલકો દ્વારા રસ્તા પર ઊતરી પ્રદર્શન કરી હડતાળની ચિમકી ઉચ્ચારવામાં આવી છે.હુકમની અવગણના કરી ટેમ્પો ચાલકો પાસેથી આડેધડ પાર્કિંગ ચાર્જ વસૂલ કરવામાં આવી રહ્યો છે. વધુમાં રિંગરોડ વિસ્તારમાં સક્રિય કેટલાંક ટાઉટો બેફામ બનીને ટેમ્પોચાલક શ્રમિકો પાસેથી ટ્રાફિક પોલીસના નામે ગેરકાયદે ઉઘરાણા કરતાં હોવાનો આક્ષેપ પણ કરાયો હતો અને આ ઉઘરાણા નાણા નહીં આપે તો વાહન જપ્ત કરી દેવાની ધમકી પણ આપવામાં આવી રહી છે.પ્રાપ્ત વિગતો મુજબ રવિવારે શહેરના રિંગરોડ કાપડ માર્કેટ વિસ્તારમાં વિવિધ ટેક્ષ્ટાઇલ માર્કેટો તથા કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા ત્રણ સંગઠનોના હોદેદારોની બેઠક યોજાઈ હતી. બેઠકમાં સુરત શહેર ટેમ્પોમિલ, ટેમ્પો માલિક ડ્રાઇવર વેલ્ફેર એસોસિએશન, મિલટેમ્પો ડિલેવરી કોન્ટ્રેક્ટ વેલ્ફેર એસોસિએશન, સુરત જિલ્લા ટેક્ષ્ટાઇલ માર્કેટિંગ ટ્રાન્સપોર્ટ લેબર યુનિયનના હોદેદારોએ જણાવ્યું કે, છેલ્લાં કેટલાંક મહિનાથી કાપડ ઉદ્યોગમાં મંદીનું વાતાવરણ છે. જેના કારણે ગરીબ ટેમ્પો ચાલકોને આર્થિક નુક્સાન થઈ રહ્યું છે. આવી પરિસ્થિતિમાં રિંગરોડ કાપડ માર્કેટ વિસ્તારમાં ટ્રાફિક પોલીસની કનડગત વધી રહી છે. આ કનડગતને કારણે ટેમ્પો ચાલકો પરેશાન થઇ રહ્યા છે. ટ્રાફિક પોલીસની આ કનડગત સામે સંબંધિત અધિકારીઓને રજૂઆતો કરવામાં આવી છતાં ટ્રાફિક પોલીસની કનડગત બંધ થઈ શકી નથી. આ સાથે માર્કેટ વિસ્તારમાં કેટલાંક ગેરકાયદેસર પાર્કિંગો ધમધમી રહ્યા છે. ખુલ્લા પ્લોટ પર ચાલી રહેલા પાર્કિંગોને કારણે નામદાર સુપ્રીમ કોર્ટના હતા.ઉપરોક્ત સમસ્યા બાબતે આગામી સમયમાં યોગ્ય ઉકેલ પોલીસ તંત્ર તરફથી લાવવામાં નહીં આવે તો કામદારો અને ટેમ્પોચાલકો રસ્તા પર ઊતરી વિરોધપ્રદર્શન કરી હડતાળ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. બેઠકમાં શ્રવણસિંહ ઠાકોર, રાજેન્દ્ર ઉપાધ્યાય, ઉમાશંકર મિશ્રા, શાનખાન, સંતરામભાઈ સહિત અન્ય હોદેદારો ઉપસ્થિત રહ્યા હતાં.

Show More
Back to top button
error: Content is protected !!