
રાજુલામાં આજે નિશુલ્ક ૫૦૦૦ ચકલીના માળાનું વિતરણ કરાશે
રાજુલામાં આવતીકાલ રવિવારે નિશુલ્ક પણે ૫૦૦૦ ચકલીના માળાનું વિતરણ કરવામા આવશે. છેલ્લા ૨૫ વર્ષથી નેચર ક્લબ દ્વારા સેવાકીય કાર્ય કરવામા આવે છે. આ ચકલીના માળાના દાતા વણિક સમાજના રાજુભાઇ મહેતા મુંબઇ, જીતુભાઈ પારેખ મુંબઇ, ભાવિકભાઈ સંઘવી રાજુલા, નટવરલાલ ધનજીભાઈ લહેરી હસ્તક વિપુલ લહેરી દ્વારા ૫૦૦૦ ચકલીના માળા વિતરણ કરવામાં આવશે. આજે રવિવારના રોજ સવારના ૯:૩૦ કલાકે પોલીસ સ્ટેશન પાસે ચકલીના માળાનું નિશુલ્ક વિતરણ કરવામાં આવશે. માળા વિતરણનો મુખ્ય હેતુ એ છે કે, ચકલી પોતે માળો નથી બનાવી શકતી એટલે માળા ખૂબ ઉપયોગી થાય છે. અને ઘરનું વાતાવરણ ચોખ્ખું રાખે છે ચકલીને લુપ્ત થતી અટકાવવા તેના સરક્ષણ સંવર્ધન માટે ચકલીના માળા તે તાતી જરૂરિયાત છે. આ તકે રાજુલા નેચર પ્રમુખ વિપુલ લહેરી ઉપપ્રમુખ ચેતન ઠાકર,મહામંત્રી મનસુખ વાઘેલા, સહમંત્રી પ્રવીણભાઈ ગોહિલ, કથડભાઇ આહીર દ્વારા ચકલીના માળા વિતરણ કરવામાં સહભાગી થવાના છે