
ડાંગ જિલ્લાના સાપુતારા હીલ સ્ટેશન પર આવેલ ચેક પોસ્ટ પર રવિવારે સાંજે પી.એસ.આઈ.એન.ઝેડ.ભોયા, અ. હે. કો. સંજય ભોયે તેમજ પોલીસ સ્ટાફ દ્વારા ચેક પોસ્ટ પર વાહન ચેકીંગ કરી રહ્યા હતા તે દરમિયાન મહારાષ્ટ્ર ના નાશિક થી સાપુતારા તરફ આવતી અર્ટિગા કાર નં. MH 05 CM 7849 ને રોકી તલાસી લેતા દેશી બનાવટ ની પરવાનગી વગરની સ્ટીલના ધાતુની પિસ્તોલ કિંમત રૂ.25 હજાર મળી આવી હતી જેથી પોલિસે કાર, મોબાઈલ સહિત કુલ રૂ.5,70,000 નો મુદ્દામાલ કબજે કરી કારમાં સવાર ચાર શખ્સ પૈકી રોહિદાસ ચોહાણ ઉ. વ.39 અને અમોલ ખોટકર ઉ. વ.30 ને ઝડપી પાડયા હતાં. જ્યારે અજય મોહિતે અને દિલીપ ચોહાણ પોલીસ ને ચકમો આપીને જંગલમાં ભાગી છુટયા હતા. પોલિસે ભાગી ગયેલા બન્ને આરોપીને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવામાટે ચક્રો ગતિમાન કર્યાં છે.