गुजरातताज़ा ख़बरेंसूरत

દાંડી ના દરિયામાં 7 ડૂબ્યા,4 લાપતા

રાજસ્થાનનો પરિવાર નવસારી ફરવા આવ્યો હતો

દાંડીના દરિયા માં નહાવા પડેલા નવા તળાવ ગામનાં રાજસ્થાની પરિવારના સાત સભ્યો ડૂબવા લાગ્યા હતા. તેમણે બૂમાબૂમ કરી મુકતા હોમગર્ડ અને સ્થાનિકોએ ત્રણ સભ્યોને બચાવીને કિનારા ઉપર લઇ આવ્યાં હતા. જોકે આ બનાવ કામગીરી વચ્ચે ચાર વ્યક્તિ લાપતા થઈ ગયા હતા. ત્યારે આ ઘટનાને પગલે જલાલપોર પોલીસનો કાફલો ઘટનસ્થળે પહોંચી જઈ સ્થાનિક તરવૈયા અને હોમગાર્ડ જવાનોની મદદ થી લાપતા સભ્યોની શોધખોળ હાથ ધરી હતી. કહેવાય છે કે આ લોકો દરિયામાં ઊંડે સુધી નાહવા ઘુસી ગયા હતા જેથી તેઓ દરિયા માં તણાવા લાગ્યા હતાં તેવુ ત્યાં હાજર લોકોનું કહેવું હતું.

Show More
Back to top button
error: Content is protected !!