Lok Sabha Chunav 2024Uncategorizedअन्य खबरेगुजरातताज़ा ख़बरेंसूरत

સુરતમાં SMCના અધિકારીઓની દારૂ પાર્ટી,

કોર્પોરેશનની જ જગ્યામાં જ મહેફિલ માંડી, જાગૃત નાગરિકે રેડ પાડી રંગે હાથ ઝડપતા ઊભી પૂંછડીએ દોટ દીધી!

તરણકુંડની ઓફિસમાં બેસીને દારૂની મેહફિલ માંડી સિંગણપુર વિસ્તારમાં આવેલા તરણકુંડની અંદર રાત્રે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ દારૂની મહેફિલ કરતા હતા અને જાગૃત નાગરિકે રંગેહાથે ઝડપ્યા હતા. આ જાગૃત નાગરિકે અચાનક જ ઓફિસની અંદર પહોંચી તમામ અધિકારીઓ અને કર્મચારીઓને દારૂ પીતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા. આ મામલે તેણે વોર્ડ નંબર 7ના કોર્પોરેટર નરેન્દ્ર પાંડવને જાણ કરી હતી. તરણકુંડના અધિકારી અને કર્મચારીઓ તરણકુંડની અંદર ઓફિસમાં બેસીને દારૂની મેહફિલ માંડી રહ્યા હતા અને સાથે ટી20 વર્લ્ડકપની મેચ જોઈ રહ્યા હતા. આ દરમિયાન અચાનક જ ઓફિસની અંદર એક જાગૃત નાગરિક પહોંચીને તેમને રંગે હાથે ઝડપી પાડ્યા હતા.

Show More
Back to top button
error: Content is protected !!