
બ્રેકિંગ ન્યુઝ:-/ગોધરા
સપોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત સંચાલિત આયોજિત ગોધરા પંચમહાલ ધ્વરા આયોજિત ખેલમહાકુંભ 2.0અંતર્ગત 26/02/2024 અને 27/02/2024 ના રોજ બહેનો અને ભાઈયો ની જિલ્લા કક્ષા ની એથ્લેટિક સ્પર્ધા જિલ્લા કન્વીનર શ્રી અર્જુનસિંહ બારીયા ના અધ્યક્ષ સ્થાને સપોર્ટ કોમ્પ્લેક્સ ગોધરા કનેલાવ યોજાઈ.
જેમાં 26/02/2024 ના રોજ બહેનો ની એથ્લેટિક સ્પર્ધા યોજાઈ જેનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જયારે ભાઈયો નું પરિણામ હવે પછી જાહેરાત કરવામાં આવશે આ તમામ જીતેલા ખેલાડી ઓ રાજ્ય મા પ્રતિનીધીત્વ કરી આગળ જવા તેમનું કૌસલ્ય બતાવશે. એથ્લેટિક રમત રમાડનાર તમામ નિર્ણાયક શ્રી ઓનો આ તબક્કે શ્રી અર્જુનસિંહ બારીયા આભાર વ્યક્ત કરી કામગીરી ને બિર્દાવવે છે.
આ તમામ વિજેતા ખેલાડી ઓને જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી પસાયા સાહેબ અને મોરવા હડફ તાલુકા ખેલમહાકુંભ કન્વીનર અને શ્રી મહાત્મા ગાંધી વિદ્યાલય વંદેલી ના આચાર્યશ્રી આર. સી. ચારેલ અભિનંદન પાઠવે છે.
રિપોર્ટર વિપુલ પ્રજાપતિ ફતેપુરા દાહોદ ગુજરાત