ધી પાટણ જીલા ખરીદ વેચાણ સંઘ લી સર્વાનુમતે વરણી
ધી પાટણ જિલ્લા ખરીદ વેચાણ સંઘ લી. ની મંગળવારના રોજ ચેરમેન, વાઇસ ચેરમેન અને માનદ મંત્રીની આગામી અઢી વર્ષ માટેની નિમણૂક અર્થે જિલ્લા ખરીદ વેચાણ સંઘના કાર્યાલય ખાતે પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં આગામી અઢી વર્ષ માટે ચેરમેન પદે કરસનજી ગંભીરજી જાડેજા, વાઈસ ચેરમેન પદે માતમજી બનાજી ઠાકોર અને માનદ મંત્રી તરીકે ભરતભાઈ ધનજીભાઈ પટેલની ઉપસ્થિત 12 ડિરેક્ટરોએ ભારતીય જનતા પાર્ટીના મેન્ડેડ મુજબ સર્વાનુંમતે વરણી કરવામાં આવી હતી. આગામી અઢી વર્ષ માટે નવનિયુક્ત ધોષિત કરાયેલ ચેરમેન, વા. ચેરમેન અને મા. મંત્રી ને ઉપસ્થિત સૌ ડીરેકટર સહિતનાઓએ ફુલહાર પહેરાવી મો મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવી હતી.
ધી પાટણ જિલ્લા ખરીદ વેચાણ સંઘ લી.ના ચેરમેન પદે નિયુક્ત થયેલા કરશનજી જાડેજા એ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી સહિત સિધ્ધપુર ના ધારાસભ્ય અને કેબીનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત નો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે આગામી દિવસોમાં ધી પાટણ જિલ્લા સહકારી સંઘ લી. ખેડૂતો ને પુરતા પ્રમાણમાં બિયારણ,ખાતર સહિત ખેડૂતો ના પ્રશ્નો જે પણ હશે તેને સૌ ડીરેકટર મિત્રો ને સાથે રાખીને નિરાકરણ લાવવાની સાથે જિલ્લા ખરીદ વેચાણ સંધ ની પ્રગતિ થાય તે માટે ના પ્રયાસ કરવામાં આવશે.ધી.પાટણ જિલ્લા ખરીદ વેચાણ સંઘ લી ના ચેરમેન, વા.ચેરમેન અને મા.મંત્રી ના નામના મેન્ડેડ જિલ્લા ભાજપ યુવા મોરચા પ્રમુખ વિવેક પટેલ લઈને પ્રાંત સમક્ષ રજુ કરતાં પાર્ટી દ્વારા રજૂ કરાયેલા મેન્ડેડ મુજબ ધી. પાટણ જિલ્લા ખરીદ વેચાણ સંઘ લી ના ચેરમેન, વા. ચેરમેન અને મા.મંત્રી ની ઉપસ્થિત 12 ડીરેકટર દ્વારા સર્વાનુંમતે વરણી કરવામાં આવી હતી. .