પાટણમાં સંપની કામગીરી માટે ખોદકામ દરમિયાન ગેસની લાઈન તૂટતા ભાગદ
પાટણ શહેરના પારેવા સર્કલ નજીક આવેલ શિતળા માતાજીના મંદિર સામે પાટણ નગરપાલિકાની છબીલા વોડૅ ઓફિસ પાસે પાટણ નગર પાલિકા દ્વારા પાણીનો સંપ બનાવવા માટેની કોન્ટ્રાક્ટરને સોંપેલી કામગીરી દરમ્યાન શનિવારે બપોરે કોન્ટ્રાક્ટર દ્વારા જેસીબી મશીન થી રેમ્પ બનાવવાની ચાલી રહેલી કામગીરી દરમિયાન માર્ગ નીચેથી પસાર થતી અંડર ગ્રાઉન્ડ સાબરમતી ગેસ લાઇનની પાઇપ સાથે જેસીબી મશીન નું કટર અથડાતા ગેસ પાઈપ લિકેજ બનતા માગૅ પરથી પસાર થતાં રાહદારી સહિત આજુબાજુ મા રહેતા લોકોમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.આ બનાવની જાણ આ વિસ્તારના કોર્પોરેટર ગોપાલસિંહ રાજપૂતને થતા તેઓએ તાત્કાલિક ઘટના સ્થળે આવી સાબરમતી ગેસ લાઈનની ઓફિસ માં જાણ કરી ગેસ સપ્લાય બંધ કરાવી લીકેજ બનેલી અંડર ગ્રાઉન્ડ ગેસ લાઈન નું સાબરમતી ગેસ ઓફિસ ના કમૅચારીઓ પાસે સમારકામ કરાવતા લોકોએ રાહત અનુભવી હતી.
પાટણમાં સંપની કામગીરી માટે ખોદકામ દરમિયાન ગેસની લાઈન તૂટતા ભાગદોડ મચી
પાટણ નગર પાલિકા દ્વારા પાણીનો સંપ બનાવવા માટેની કોન્ટ્રાક્ટરને સોંપેલી કામગીરી દરમ્યાન જેસીબી મશીનથી સંપ બનાવવાની ચાલી રહેલી કામગીરી દરમિયાન માર્ગ નીચેથી પસાર થતી અંડર ગ્રાઉન્ડ સાબરમતી ગેસ લાઇનની પાઇપ સાથે જેસીબી મશીનનું કટર અથડાતા ગેસ પાઈપ લિકેજ બનતા રાહદારી સહિત આજુબાજુ મા રહેતા લોકોમાં અફડા તફડીનો માહોલ સર્જાયો હતો.