
કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાના સીધા માર્ગદર્શન હેઠળ વિભાગ તથા ખાણ અને ખનીજ કચેરીની સંયુક્ત ટીમ દ્વારા ઉના તાલુકાના ઓલવાણ ગામના સર્વે નં.૧૦૦ પૈ ૧ પૈ ૨ તથા ૧૦૦ પૈ ૨ માં ૦૧.૦૦.૦૦ હેક્ટર વિસ્તારમાં બિલ્ડીંગ લાઈમ સ્ટોન ખનીજની જાદવભાઇ રામભાઇ વાળાના નામની ક્વોરી લીઝની ટીમ દ્વારા તપાસ કરી માપણી કરવામાં આવી હતી. આ તપાસ અન્વયે આ લીઝ વિસ્તારમાંથી ૪,૧૫,૩૬૦ મે.ટન જથ્થો વધુ ગેરકાયદેસર રીતે નિકાસ કરવામાં આવેલ હોવાનું તપાસમાં જણાઈ આવ્યું હતું. આ લીઝમાં થયેલ ગેરકાયદેસર નિકાસ બાબતે કુલ રૂ.૨૦,૯૩,૪૧,૪૪૦/-જેટલી દંડની રકમ વસૂલવા બાબતે નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.