
રૂ.૨૮.૫૦ લાખના ખર્ચે વોર્ડ નં.૫ની વોર્ડ ઓફિસ બિલ્ડિંગમાં નવીનીકરણ કામનું લોકાર્પણ કરાશે
*રાજકોટ તા. ૩૦ જાન્યુઆરી -* ધારાસભ્યશ્રી ઉદયભાઇ કાનગડના વરદ હસ્તે અને મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયાના અધ્યક્ષસ્થાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રૂ.૨૮.૫૦ લાખના ખર્ચે વોર્ડ નં.૫ની ‘વોર્ડ ઓફિસ’ બિલ્ડીંગના નવીનીકરણ કામનું લોકાર્પણ કરવામાં આવશે. આ લોકાર્પણ તા. ૧ ફેબ્રુઆરી ૨૦૨૫ના રોજ સવારે ૧૦ કલાકે વોર્ડ નં.૫ના કુવાડવા રોડ સ્થિત પૂજ્ય શ્રી રણછોડદાસ આશ્રમ સામે વોર્ડ ઓફિસ ખાતે કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રીશ્રી ભાનુબેન બાબરીયા, સાંસદ શ્રી પરસોત્તમભાઈ રૂપાલા અને શ્રી રામભાઈ મોકરીયા, ધારાસભ્ય શ્રી દર્શિતાબેન શાહ, શ્રી રમેશભાઈ ટીલાળા, અગ્રણીશ્રી મુકેશભાઈ દોશી, શ્રી બીનાબેન આચાર્ય, શ્રી ભરતભાઈ બોઘરા, ડેપ્યુટી મેયરશ્રી નરેન્દ્રસિંહ જાડેજા, શ્રી માધવ દવે, શ્રી અશ્વિનભાઈ મોલિયા, શ્રી વિરેન્દ્રસિંહ ઝાલા, શ્રી લીલુબેન જાદવ, શ્રી મનીષભાઈ રાડીયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી જયમીન ઠાકર, બાંધકામ સમિતિના ચેરમેન શ્રી ભાવેશભાઈ દેથરીયા, રાજકોટ મહાનગરપાલિકા કમિશનર તુષાર સુમેરા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહેશે.