
*કણકોટ પ્રાથમિક શાળા ખાતે શાળા સલામતી સપ્તાહની ઉજવણી કરાઈ*
*૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦*
*બચાવ, રાહત તેમજ સાધનોની પ્રાથમિક સમજૂતી સાથે લાઇવ ડેમોસ્ટ્રેશન અપાયું
*રાજકોટ તા. ૨૪ જાન્યુઆરી -* રાજકોટ જિલ્લાની શ્રી કણકોટ પ્રાથમિક શાળામાં શાળા સલામતી સપ્તાહ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શાળાના આચાર્યશ્રી કેવિનભાઈ માંડવીયા દ્રારા ઉદઘાટન કરી, શાળા સલામતીની આવશ્યકતા અને આપત્તિઓની પ્રાથમિક સમજૂતી આપવામાં આવી હતી.
કાર્યક્રમમાં ૧૦૮ની ટીમ દ્વારા બાળકોને ૧૦૮ની સમગ્ર કામગીરી પ્રક્રિયા તથા વાનમાં આપેલ સુવિધાઓ તેમજ જુદી જુદી દવાઓ અને સાધનોની સમજ આપવામાં આવી હતી. આ ઉજવણીમાં તા. ર૨.૦૧.૨૦૨૫ના રોજ રાજય અનામત પોલીસ દળ જૂથ-૧૩ ઘંટેશ્વર રાજકોટના શ્રી દિનેશ ચાવડાના માર્ગદર્શન હેઠળ કણકોટ પ્રા. શાળાના બાળકોને આપત્તિઓ જેવી કે આગ, ભૂકંપ, પૂર, વાવઝોડુ, વગેરેમાં ટીમ દ્રારા જુદા-જુદા સાધનોથી કઇ રીતે બચાવ કરી શકાય તેનું જીવંત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ ઉપરાંત ડીઝાસ્ટર મેનેજમેન્ટ સેલ કલેકટર કચેરી રાજકોટના ડી.પી.ઓ. શ્રી પુજા વાઘમારેના સહયોગ અને એસ.ડી.આર.એફ.ના પી.એસ.આઇ. શ્રી ડાંગરના માર્ગદર્શન હેઠળ આગાખાન એજન્સી તરફથી આવેલ શ્રી મલીક મીઠાણી દ્વારા કઇ રીતે સલામતી સાથે બચાવ કામગીરી વિષે પોસ્ટર તેમજ પી.પી.ટી. પ્રેઝન્ટેશન દ્રારા માહિતી પ્રસ્તુત કરવામાં આવી હતી.
આ ઉપરાંત ટીમ દ્રારા તમામ સાધનો ના ઉપયોગથી જવાનો દ્રારા કરવામાં આવતી રાહત બચાવની કામગીરી અને તમામ પ્રકારની આગ તેમજ તેને બુજાવવા માટે ફાયર એકસટીગ્યુસરના ઉપયોગનો લાઇવ ડેમો બાળકો તેમજ શિક્ષકોના હાથે અપાવી જીવંત મહાવરો પુરો પાડવામાં આવ્યો હતો.ત્યાર બાદ શાળા સલામતી સપ્તાહની ઉજવણીના ભાગ રૂપે ચિત્ર ર્સ્પધા તેમજ નિબંધ સ્પર્ધા યોજાઈ હતી જેમાં બાળકોએ ખૂબ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.
વિદ્યાર્થીઓને પોસ્ટર આઇ.સી.ઇ., ઓડીયો/વિડીયોના માધ્યમથી પણ સમજુતી આપવામાં આવી હતી તેમજ સપ્તાહના અંતિમ દિવસે ભાગ લેનાર બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા તેમ આચાર્ય શ્રી કણકોટ પ્રા. શાળાના આચાર્ય શ્રીની યાદીમાં જણાવાયું છે.