ताज़ा ख़बरें

ખનીજ ખનન કરતાં ઈસમો વિરુદ્ધ કડક હાથે કાર્યવાહી કરતું જિલ્લા વહીવટી તંત્ર

૬૦,૩૦૩ મે.ટન ખનીજચોરી કરવા બદલ રૂ. ૩.૦૩ કરોડનો દંડ ફટકારાયો

કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાના સીધા માર્ગદર્શન હેઠળ રેવન્યૂ વિભાગ તથા ખાણ અને ખનીજ કચેરીની સંયુક્ત ટીમ દ્વારા ગેરકાયદેસર રીતે બિલ્ડીંગ લાઇમસ્ટોન ખનીજ ખનન કરતાં ઈસમો વિરૂદ્ધ કડક હાથે કાર્યવાહી કરવામાં આવી છે.

 

કોડીનાર તાલુકાના ઘાટવડ ખાતે ખાનગી માલીકીના સર્વે નં-૪૦૩/૧ પૈકી ૨ વાળી જમીનમાં શાંતિબેન ભગવાનભાઇ રાઠોડ દ્વારા કોઇ પણ પ્રકારની મંજૂરી વગર ગેરકાયદેસર રીતે બિલ્ડીંગ લાઇમસ્ટોન ખનીજ ખનન કરવામાં આવતું હતું. આ વિસ્તારની માપણી હાથ ધરતા કુલ-૧૦,૫૯૭ મે.ટન ખનીજ ચોરી કરેલ હોવાનું જણાયું હતું. જેની ખનીજ કિંમત કુલ રકમ રૂ.૫૩.૪૦ લાખની દંડની રકમ વસુલવા બાબતે નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

 

આ જ રીતે કોડીનારના ઘાટવડ ખાતે ખાનગી માલીકીના સર્વે નં-૩૧૪ પૈકી વાળી જમીન જમદગ્નિ આશ્રમના વહીવટદાર શ્રી હરીદાસ ગુરૂ દર્શનદાસ ઉદાસીન દ્વારા કોઇ પણ પ્રકારની મંજુરી વગર ગેરકાયદેસર રીતે બિલ્ડીંગ લાઇમસ્ટોન ખનીજ ખનન કરવામાં આવતું હતું. આ વિસ્તારની માપણી હાથ ધરતા કુલ-૪૯,૭૦૬ મે.ટન ખનીજ ચોરી કરેલ હોવાનું જણાયું હતું. જેની ખનીજ કિંમત કુલ રકમ રૂ.૨.૫૦ કરોડ જેની દંડની રકમ વસુલવા બાબતે નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આમ, ઉપરોક્ત ઇસમો દ્વારા કુલ ૬૦,૩૦૩ મે.ટન બિલ્ડીંગ લાઇમસ્ટૉન ખનીજની ચોરી કરવા બદલ કુલ રકમ રૂ. ૩.૦૩ કરોડની ખનિજ ચોરી કરવા બદલ વહીવટી તંત્ર દ્વારા દંડની રકમ વસૂલવા બાબતે

 

નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી

Show More
Back to top button
error: Content is protected !!