गुजरात

પી.એમ. ઇન્ટર્નશિપ યોજનામાં ૧૫ મી નવેમ્બર સુધી નામ નોંધણી કરાવી શકાશે

પી.એમ. ઇન્ટર્નશિપ યોજનામાં ૧૫ મી નવેમ્બર સુધી નામ નોંધણી કરાવી શકાશે

રાજકોટ તા. ૧૧ નવેમ્બર  ભારતની ટોચની ૫૦૦ કંપનીઓમાં દેશના યુવાનોને ઇન્ટર્નશિપમાં જોડાવાની તક મળી રહે તે હેતુસર ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજનાની શરૂઆત કરવામાં આવેલી છે. યુવાનો આ યોજનાનો લાભ લેવા માટે pminternship.mca.gov.in વેબસાઇટ પર નામ નોંધણી કરાવી શકે છે. આ યોજનમાં નોંધણી કરાવવા માટેની અંતિમ તારીખમાં ૫ દિવસનો વધારો કરીને ૧૫ નવેમ્બર ૨૦૨૪ સુધી વધારવામાં આવી છે.

નામ નોંધણી સમયે આધાર કાર્ડ તેમજ શૈક્ષણિક લાયકાત મુજબની માર્કશીટ (ધોરણ ૧૦/૧૨/ITI/ડિપ્લોમા/સ્નાતક)(લાગુ પડતા તમામ) જોડવાની રહેશે.

આ અંગે વિશેષ માર્ગદર્શન માટે મદદનિશ નિયામક(રોજગાર)ની કચેરી, રાજકોટ નો રૂબરૂ અથવા ૦૨૮૧-૨૪૪૦૪૧૯ નંબર પર ટેલિફોનિક સંપર્ક કરવા મદદનીશ નિયામક રોજગાર કચેરીની યાદીમાં જણાવાયું છે.

 

Show More
Back to top button
error: Content is protected !!