સુરતના ડિંડોલી નવાગામ વિસ્તારમાં ધોળા દિવસે એક યુવાનની તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી. ડીંડોલી નાં બિલિયા નગર સોસાયટીમાં યુવકની જાહેરમાં હત્યા કરાતા ચકચાર મચી જવા પામ્યો હતો. અતુલ યાદવ નામના યુવકને બે લોકોએ તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દિધો હતો. ત્રણ યુવકો જાહેરમાં અતુલની હત્યા કરી નાસી ગયા હતાં. જેથી ડીંડોલી વિસ્તારમાં હત્યાની ઘટના બાદ આસપાસના લોકો માં ભય નો માહોલ જોવા મળ્યો હતો. ઘટનાને પગલે ડીંડોલી પોલીસ નાં ઉચ્ચ અધિકારીઓ ઘટનસ્થળે પહોંચી ગયા હતા અને લાશને પીએમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. હત્યા સાના માટે કરવામાં આવી છે તેની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ મામલે ડીસીપી ભગીરથ ગઢવી એ જણાવ્યુ હતું કે, હત્યામાં સંડોવાયેલા ત્રણ શકમંદોની ધરપકડ કરવામાં આવી છે.
2,519 Less than a minute