
કપરાડાના વારોલી તલાટ રાઉત ફળિયા પાસેથી પસાર થતી કોલક નદીના પુલની બાજુમાં એક એક્ટિવા બિન વારસી હાલતમાં જોઈ વારોલી તલાટના એક વ્યક્તિએ નદીના પુલના નીચે તરફ તપાસ કરી તો કોલક નદીના પુલ નીચેથી પાણીમાં ડૂબેલી યુવકની લાશ મળી આવી હતી.યુવકની લાશ નજરે પડતા સરપંચ અને આગેવાનોને જાણ કરી બાદમાં ઘટના અંગે નાનાપોંઢા પોલીસને જાણ કરતાં પોલીસે સ્થળે પહોંચી લાશ બહાર કાઢી તપાસ કરતા મૃતક નયન જશુભાઈ વળવી હતી જે કોઠાર માની ફળિયાનો હોવાની ઓળખ થઈ હતી. ઓળખ થતા કોઠાર ગામના સરપંચ અને મૃતકના સંબંધીને જાણ કરી સ્થળે બોલાવી લાશ નાનાપોંઢા સી.એચ.સી.ખાતે પી.એમ. માટે ખસેડી હતી.નયનભાઈ કોઈ કામધંધો ન કરતો હોવાના કારણે આર્થિક સંકડામણ અનુભવતા ત્રણેક દિવસથી ઘરેથી મોપેડ ગાડી લઈ જતો રહ્યો હતો. અને આજે લાશ મળી હતી.