गुजरातताज़ा ख़बरेंसूरत

સુરત, કૉઝવે માંથી ગળુ કાપેલી હાલત મા મૃતદેહ મળ્યો

સુરત મા દિવસે ને દિવસે વધતા જતા હત્યાના બનાવો ક્યારે જાગશે પોલીસ તંત્ર

સુરત શહેર ના કતારગામ – રાંદેર ને જોડતા કોઝવેં માં આજે સવારે એક પુરુષ નો મૃતદેહ તરતો હતો. પુરુષના મૃતદેહ અંગે પોલીસ ને સવારે ૯ વાગ્યાની આસપાસ માહીતી મળી હતી. તેથી આ ઘટનાની જાણકારી થતા ચોકબઝાર ના પીઆઈ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને પાણીમાંથી બહાર કાઢી ને પોસ્ટમોર્ટમ માટે સ્મિમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. મૃતક પુરુષ ની ઓળખ થઇ શકી નથી, તેણે ગ્રે કલરના કપડાં પહેર્યા હતા અને અંદાજે તેની ઉંમર ૩૦ થી ૩૨ વર્ષની હોય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે. તેનું ગળુ કાપી ને હત્યા કરવામાં આવી હોવાની શંકા પોલિસે વ્યક્ત કરી છે

Show More
Back to top button
error: Content is protected !!