Gaganyaan Mission: પ્રશાંત નાયર, અંગદ પ્રતાપ, અજિત કૃષ્ણન…. ગગનયાન મિશનના ચારેય એસ્ટ્રૉનૉટ્સના નામ આવ્યા સામે
.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગગનયાનના ચાર અવકાશયાત્રીઓને (એસ્ટ્રૉનૉટ્સ) અવકાશયાત્રીની પાંખો (એસ્ટ્રૉનૉટ્સ વિગ્સ) પહેરાવી હતી. હવે આ ચાર અવકાશયાત્રીઓના નામ સામે આવ્યા છે. તેઓ ભારતીય વાયુસેનાના ટેસ્ટ પાઈલટ છે. તેમના નામ ગ્રુપ કેપ્ટન પ્રશાંત નાયર, અંગદ પ્રતાપ, અજીત કૃષ્ણન અને વિંગ કમાન્ડર શુભાંશુ શુક્લા છે.પીએમ મોદીએ આ ચારને દુનિયા સમક્ષ રજૂ કર્યા. આ ચારે દેશના તમામ પ્રકારના ફાઈટર જેટ ઉડાવ્યા છે. આ ચારેય દરેક પ્રકારના ફાઈટર જેટની ખામીઓ અને ખાસિયતો જાણે છે. તેથી આ ચારને ગગનયાન અવકાશયાત્રી તાલીમ માટે પસંદ કરવામાં આવ્યા છે. તેને રશિયામાં તાલીમ આપવામાં આવી છે. હાલમાં બેંગલુરુમાં અવકાશયાત્રી તાલીમ સુવિધામાં તાલીમ ચાલી રહી છેગગનયાન મિશન માટે સેંકડો પાઇલોટ્સનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ પછી 12ની પસંદગી કરવામાં આવી હતી. આ 12 પ્રથમ સ્તર પર આવ્યા હતા. તેમની પસંદગી ઇન્સ્ટિટ્યૂટ ઑફ એરોસ્પેસ મેડિસિન (IAM)માં થઈ હતી. આ પછી પસંદગી પ્રક્રિયાના અનેક રાઉન્ડ પૂર્ણ થયા. ત્યારબાદ ઈસરો અને એરફોર્સે ચાર ટેસ્ટ પાઈલટના નામ ફાઈનલ કર્યા હતાઆ પછી ઈસરોએ આ ચારને 2020ની શરૂઆતમાં રશિયા મોકલ્યા જેથી તેઓ મૂળભૂત અવકાશયાત્રી તાલીમ લઈ શકે. કોવિડ-19ને કારણે તેમની તાલીમમાં વિલંબ થયો હતો. તે 2021 માં પૂર્ણ થયું હતું. ત્યારથી ચારેય સતત તાલીમ લઈ રહ્યા છે. અનેક પ્રકારની તાલીમો થઈ રહી છે.