Uncategorizedगुजरातताज़ा ख़बरें

જીરામાં તેજીને પગલે ખેડૂતોએ આ વર્ષે બમણું વાવેતર કર્યું

જીરામાં તેજીને પગલે ખેડૂતોએ આ વર્ષે બમણું વાવેતર કર્યું

ઊંઝા માર્કેટયાર્ડમાં રવિપાકોની આવકો ધીમે ધીમે જોર પકડી રહી છે. મસાલા પાકોમાં જીરું, વરિયાળી અને ઈસબગુલની આવકો શરૂ થઇ છે. ગત સપ્તાહે જીરાની 400 થી 500 બોરીની આવકો જોવા મળી રહી છે. જ્યારે આ સપ્તાહે 8000 થી 10,000 હજાર બોરીની આવકો નોંધાઈ છે. જ્યારે સરેરાશ ભાવ 5500 થી માંડીને 7000 રૂપિયા સુધીના રહ્યા છે. જીરામાં સારા માલના ભાવ 6000 થી 7000 રૂપિયા જોવા મળી રહ્યા છે. જીરાની હાલ કાઠીયાવાડના દ્વારકા,જામનગર,રાજકોટ, ગોંડલ સહિત વિસ્તારોમાંથી આવકો આવી રહી છે. ગત વર્ષ જીરામાં તેજીને પગલે ખેડૂતોએ આ વર્ષે બમણું વાવેતર કર્યું

રાજસ્થાનથી વરિયાળીના નવા માલની આવકોનો પ્રવાહ શરૂ થયો છે. હાલ માર્કેટમાં 4000 થી 5000 ગુણીની આવકો રહેવા પામી છે. જીરાની જેમ વરિયાળીમાં પણ ઉત્પાદન વધુ છે. ગત વર્ષ કરતાં આ વર્ષે વરિયાળીનું અઢી ગણુ વાવેતર થયું છે. હાલ વરિયાળીના સરેરાશ ભાવ 2000 થી માંડીને 6500 રૂપિયા સુધીના ભાવ જોવા મળી રહ્યા છે. જ્યારે આબુરોડ બેસ્ટ કલર માલના 5900 થી 6000 રૂપિયા સુધી રહેવા પામ્યા છે. વરિયાળીની ઉત્તર ગુજરાતની આવકો ફ્રેબુઆરીની આખરમાં શરૂ થશે. આવકો જોર પકડશે તેમ ભાવોમાં નરમાઈ જોવા મળશે તેવું લાગી રહ્યું છે. મસાલા પાકોમાં જીરું, વરિયાળી અને ઈસબગુલની આવક શરૂ થઇ

Show More
Back to top button
error: Content is protected !!