

પર ડીમોલિશન થઈ શકે છે, ત્યારે ઘણા સમયથી થયેલા અન્ય દબાણો સામે કાર્યવાહી કેમ
કરવામાં આવતી નથી? વડસર ગામના રહેવાસીઓ જણાવે છે કે ગામના રસ્તા ઉપર કેટલાક
દબાણો એવા છે જેના કારણે વડસરથી કલોલ તરફ જતો મુખ્ય રોડ પણ ગામની હદમાં બહુજ સાંકડો થઈ ગયો છે. પરિણામે એમટીએસ બસને પણ પસાર થવામાં મુશ્કેલી ભોગવવી પડે છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે પંચાયત આવા દબાણોને લઈને કોઇ કાર્યવાહી કરતી નથી અને લાંબા સમયથી પરેશાન થઈ રહેલા ગામલોકોને હવે શાસન અને તંત્ર સામે અવાજ ઉઠાવવો પડી રહ્યો છે. ગ્રામજનોની માંગ છે કે વડસર ગામમાંથી તમામ દબાણો તાત્કાલિક દૂર કરવામાં આવે અને જાહેર રસ્તાઓ ફરીથી વ્યવસ્થિત બનાવી દેવામાં આવે તેમ જણાવવામાં આવ્યું છે.