

આ કામના ફરીયાદી પહેલા દારૂનો ધંધો કરતાં હતા અને છેલ્લા ચારેક માસથી ફરીયાદીએ દારૂનો ધંધો બંધ કરી દીધો હતો. આ કામના આરોપી ફરીયાદી પાસે રૂ.૨૫૦૦ ની માંગણી કરેલ અને જો ફરીયાદી પૈસા ના આપે તો દારૂના ખોટા કેસ કરવાની ધમકી આપી હતી, જેથી જે તે સમયે આરોપીએ રૂ.૧૦૦૦ ફરીયાદી પાસેથી લઈ લીધેલ અને બાકી રૂ.૧૫૦૦ આજરોજ આપવાનો વાયદો કરેલ હોય, ફરીયાદી આ લાંચની રકમ આપવા માંગતા ન હોય, ફરીયાદીએ અમદાવાદ શહેર એસીબી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી ફરીયાદ આપતા ફરીયાદીની ફરીયાદના આધારે આજરોજ લાંચના છટકાનું આયોજન કરતા, આ કામના આરોપીએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ સ્વીકારી હતી.
ફરીયાદી:-
એક જાગૃત નાગરીક
આરોપી:-
વનરાજસિંહ વલકુભાઈ વાળા, હોદ્દો- અનાર્મ હેડ કોન્સ્ટેબલ , નારોલ પોલીસ સ્ટેશન, અમદાવાદ શહેર. વર્ગ-૩
ટ્રેપનીની તારીખ : ૨૮/૦૩/૨૦૨૫
લાંચની માંગણીની રકમ: રૂ.૧,૫૦૦/-
લાંચની સ્વીકારેલ રકમ : રૂ.૧,૫૦૦ /-
લાંચની રીકવર કરેલ રકમ : રૂ.૧,૫૦૦ /-
ટ્રેપનું સ્થળ :
- ફરીયાદીની દુકાન પાસે, શયામ ઇન્ડસ્ટ્રી, મોતીપુરા ચાર રસ્તા, શાહવાડી રોડ, નારોલ, અમદાવાદ શહેર